મૂડીઝ બાદ S&Pએ ભારતના વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડી ૯.૫ ટકા કર્યું

176

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૪
એસએન્ડપી ગ્લોબ્લ રેટિંગ્સે ગુરુવારે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃદ્ધિનું અનુમાન ૧૧ ટકાથી ઘટાડીને ૯.૫ ટકા કરી દીધું છે. અને ચેતવણી આપી છે કે કોરોના સાથે જોડાયેલ જોખમ આગળ પણ જોવા મળશે. એજન્સીએ ય્ડ્ઢઁનું અનુમાન એમ કહેતાં ઘટાડ્યું કે એપ્રિલ-મે મહિનામાં કોરોનાની બીજી લહેરને કારણે રાજ્યો દ્વારા લોકડાઉન લગાવાતા આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો થયો હતો. એસએન્ડપીએ કહ્યું કે, અમે માર્ચમાં જાહેર ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ માટે ૧૧ ટકાનું પૂર્વાનુમાન ઘટાડીને ૯.૫ ટકા કરી દીધું છે. એજન્સીએ કહ્યું કે પ્રાઈવેટ અને પબ્લિક સેક્ટરની બેલેન્સ શીટને થયેલ નુકસાનથી આગામી અમુક વર્ષો દરમિયાન વૃદ્ધિમાં અડચણ આવશે અને ૩૧ માર્ચ ૨૦૨૩ સમાપ્ત થતા આગામી નાણાકીય વર્ષમાં ભારતની વૃદ્ધિ દર ૭.૮ ટકા રહી શકે છે.
એસએન્ડપીએ કહ્યું કે મહામારીને લઈ આગળ પણ જોખમ બનેલું છે કેમ કે અત્યાર સુધી લગભગ ૧૫ ટકા આબાદીને ઓછામાં ઓછો વેક્સિનનો એક ડોઝ મળ્યો છે. જો કે વેક્સિનની આપૂર્તિમાં તેજી આવવાની સંભાવના છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૭.૩ ટકાનો ઘટાડો આવ્યો હતો અને આ પહેલા ૨૦૧૯-૨૦માં દેશે ચાર ટકાની વૃદ્ધિ હાંસલ કરી હતી.
આ અગાઉ ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ ૨૦૨૧ માટે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને ૯.૬ ટકા કર્યો છે. મૂડીઝે કોરોનાના કારણે અર્થતંત્ર પર વિપરીત અસર થવાના મત સાથે અગાઉના ૧૩.૯%ના અંદાજમાં તીવ્ર ઘટાડો કર્યો છે. જો કે કોરોનાના કારણે અર્થતંત્રની સ્થિતિ બગડી છે તેની વચ્ચે મૂડીઝે આશા વ્યક્ત કરી છે કે જૂન ક્વાર્ટર બાદ અર્થતંત્રની સ્થિતિમાં સુધારો આવશે અને દેશની આર્થિક કામકાજમાં વધારો થશે. મૂડીઝે જણાવ્યું હતું કે વેક્સિનેશનમાં ઝડપના કારણે જૂન ક્વાર્ટરમાં આર્થિક પ્રતિબંધો સિમિત રહેશે. મૂડીઝે માઇક્રોઇકોનોમિક્સ ઈન્ડિયા : કોવિડના બીજા વેવના આર્થિક ફટકા પાછલા વર્ષની માફક ગંભીર નહી હોય તે નામના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે હાઇ ફ્રિક્વન્સી ઇકોનોમિક ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે કોવિડના બીજા વેવે એપ્રિલ અને મે મહિના દરમિયાન ભારતીય અર્થતંત્ર પર અસર કરી છે. પરંતુ ધીરેધીરે રાજ્યોમાં પ્રતિબંધમાં ઢીલ આપવાના કારણે તેમાં સુધારો આવવાની આશા છે. મૂડીઝે ભારતને નેગેટિવ આઉટલૂક સાથે મ્છછ૩ રેટિંગ આપ્યું છે.

Previous articleરથયાત્રાની અવઢવ વચ્ચે એક ગજરાજ સાથે જળયાત્રા યોજાઈ
Next articleજામનગરમાં રૂ.૭૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે રિલાયન્સ, જિઓફોન નેકસ્ટની જાહેરાત