બાડી-પડવા પાવરપ્લાન્ટમાં થયેલ ભંગાર ચોરીનો ભેદ ઉકેલાયો

227

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે આવેલ અણુ વિજ મથકમાં થોડા દિવસો પૂર્વ થયેલ ભંગર ચોરીની ઘટનામાં ઘોઘા પોલીસ તથા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પાવરપ્લાન્ટ માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં શખ્સો સહિત સત્તર ઈસમોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.જાણીતી તળપદી કહેવત “વાડ જ ચિભડા ગળે ત્યારે ફરિયાદ કયાં કરવી”…?આવો જ કંઈક ઘાટ ભાવનગર જિલ્લામાં આવેલ પાવરપ્લાન્ટ માં થયેલ ચોરી મુદ્દે બંધ બેસતો સાબિત થયો છે જેમાં જેને સુરક્ષા વ્યવસ્થા ની જવાબદારી સોંપવામાં આવી હતી એ લોકો એ અન્ય લોકો ની મદદ વડે પાવરપ્લાન્ટ માં ખાતર પાડી આશરે ત્રણ લાખની કિંમત નો ભંગાર ચોરી કરી બારોબાર વેચી માર્યો હતો પરંતુ પોલીસે ચોરી ના મૂળ સુધી પહોંચી સત્તર ઉઠાવગીરોની મુદ્દામાલ તથા ચોરી સમયે ઉપયોગમાં લેવાયેલ વાહન સાથે ઝડપી લીધા હતા આ અંગે એલસીબી કચેરી એથી જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં પડવા પાવરપ્લાન્ટ ના અધિકારી એ પ્લાન્ટ માથી અજાણ્યા શખ્સોએ પ્રવેશી મોટી માત્રામાં લોખંડની પ્લેટો ચોરી કરી નાસી છુટ્યા ની ફરિયાદ નોંધાવી હતી આ અંગે ભાવનગર એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે આ પ્લાન્ટમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાડૅ ની મદદથી ઘોઘા તાલુકાના આલાપર-ભડભડીયા ગામનાં મહાવીર નવલ ભાટીએ ચોરી ની ઘટનાને અંજામ આપ્યો હતો અને આ બનાવમાં અને અનેક શખ્સો સંડોવાયેલા છે જે હકીકત આધારે આધારે ટીમે મહાવીર ને ઉઠાવી યુક્તિ-પ્રયુક્તિ થી મહાવીર પાસેથી માહિતી કઢાવતા તેણે ચોરી ની ઘટનામાં સંડોવાયેલા ૧૭ શખ્સોના નામ આપ્યાં હતાં જેમાં પાવરપ્લાન્ટ માં સિક્યુરિટી ગાડૅ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર સિંહ પરફેક્ટ ઉર્ફે સૈલુભા ભોજુભા ગોહિલ રે.પડવા,મનદિપસિંહ લખુભા ગોહિલ રે.પડવા, યશપાલસિંહ જયવંતસિંહ ગોહિલ રે.પડવા, દિગ્વિજયસિંહ ઉર્ફે કાનભા ઉર્ફે ડેની કેશુભા ગોહિલ રે.પડવા, મેહુલ તુલસી સરવૈયા રે.ભડભડીયા, હિંમત પોલા બારૈયા રે.ભડભડીયા, ભાવેશ ભૂપત બારૈયા રે.ભડભડીયા, જગદીશ છના વેગડ રે.ભડભડીયા ગોરધન હરજી બાંભણિયા રે.ભડભડીયા, અલ્પેશ રણછોડ બાંભણિયા રે.ભડભડીયા, રાહુલ રમેશ બાંભણિયા રે.ભડભડીયા, મુકેશ ઉર્ફે મીઠો ચિથર બાંભણિયા,રે.ભડભડીયા, મુન્નો બાલા બારૈયા રે.હાથબ,મેહુલ રાજુ બારૈયા, રે.હાથબ,કાળું બાલા બારૈયા, રે,હાથબ તથા ચોરીનો ભંગાર ખરીદનાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો રમેશ મંગા ચૌહાણ ને ચોરી કરેલ લોખંડની પ્લેટો વજન ૪૩૦ કિલો તથા ચોરીનો માલ હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલ બોલેરો લોડીંગ વાહન નં-જી,જે,૪,એ,ટી,૭૦૯૮ મળી કુલ રૂ,૩,૧૨,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઓની ધડપકડ કરી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleદિલ્હી અને દિલની બન્ને દૂરીને દૂર કરવી છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Next articleસિહોરમાં ટ્રક ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લેતાં ૧૭ વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત