સિટી મામલતદાર કચેરીએ લોકોનો ઘસારો

437

શાળા-કોલેજોમાં પ્રવેશ કાર્ય વેગવંતુ બનતાં અરજદારો વિવિધ દાખલા કઢાવવા ઉમટ્યા

ભાવનગર શહેરમાં આવેલ સિટી મામલતદાર કચેરી ખાતે અરજદારો વહીવટી કામ માટે મોટી સંખ્યામાં એકઠા થઇ રહ્યાં છે નવાં શૈક્ષણિક સત્ર શરૂ થતાં અરજદારો અલગ અલગ દાખલાઓ મેળવવા માટે આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગર શહેર માં કોરોના મહામારી ની બીજી તિવ્ર લહેર ને પગલે મોટા ભાગની સરકારી કચેરીઓ લાંબા સમય સુધી બંધ રહી હતી હવે પરિસ્થિતિ નિયંત્રણમાં આવતાં કચેરીઓ પુનઃ ધમધમી થઈ છે ત્યારે હાલમાં શાળા-કોલેજોમાં નવાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે જેમાં વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા માટે વિવિધ પ્રકારના પ્રમાણીત દાખલાઓઓની જરૂર પડે છે જેમાં ક્રિમિલેયર આવક ના દાખલા,જાતિના દાખલા સહિતના દાખલાઓ કઢાવવા માટે શહેરના અરજદારો સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં કચેરી એ ઘસારો કરી રહ્યાં છે એક સાથે મોટી સંખ્યામાં અરજદારો આવતા કચેરી સ્થિત વ્યવસ્થાઓ પણ પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળ્યું છે.