ભંડારીયાના ખેડૂતને તોઉ-તે વાવઝોડામાં નુકશાની બદલ કેળ દીઠ રૂપિયા સવા પાંચ આપી સરકારે મશ્કરી કરી

240

કેળના એક રોપાની કિંમત રૂપિયા ૧૫ છે, ચાર વિઘા કેળનો પાક ઉભો હતો તે નાશ પામતા ૩ હજાર કેળ નું વળતર રૂ.૧૫,૮૦૦ મળતા અન્યાયની લાગણીતાઉતે વાવાઝોડાએ વ્યાપક વિનાશ વેર્યા બાદ સરકારે ખેડૂતોને સહાય ચૂકકવાનું શરૂ કર્યું છે એ સાથે ખેડૂતોમાં અસંતોષ, નારાજગી અને કચવાટ બહાર આવ્યો છે. ભાવનગર તાલુકાના ભંડારિયા ગામે ભોગગ્રસ્ત પૈકીના એક ખેડૂતને ચાર વિઘા જમીનમાં ઉભેલો કેળનો પાક તારાજ થતા આજે તેને નુક્શાનીના સહાય પેટે રૂ.૧૫,૮૦૦ અપાતા ખેડૂતે આ સહાય મશ્કરી રૂપ ગણાવી અન્યાય થયાની લાગણી વ્યક્ત કરાઇ છે. આમ જોઈતો તો ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે જો અંદાજે ૩ વિધા જમીનમાં જો કેળનો પાક વાવેતર કરવા અંદાજે ૧ રોપો ના ૧૫ રૂપિયા થાય અને મજૂરી સહિત ૧ રોપો તૈયાર કરવા ૨૦૦ રૂપિયા થાય, જો ૩ હજાર રોપા પડી ગયા હતા જેનો અંદાજે ખર્ચ ૬ લાખ જેવો થાય છે એની સામે સરકારે સહાય ૧૫,૮૦૦ અપાઈ હતી.અન્ય એક કિસ્સામાં ખેડૂત બાબુભાઇ મેઘાભાઈ ઘોરીએ ૩ વિઘા જમીનમાં આંબા ઉછેર્યા હતા. ૪૦ પૈકી ૧૫ આંબા પડી ગયા હતા તેનું વળતર રૂ. ૧૪,૪૦૦ ચૂકવાયું છે. આ સામે પણ ખેડૂતમાં કચવાટ વ્યાપ્યો છે. આ બે ખેડૂત માત્ર દાખલારૂપ છે. બાકી વળતર મામલે મોટાભાગના ખેડૂતો નારાજ છે અને કચવાટ વ્યાપ્યો છે તેમ જાણવા મળ્યું છે. આ સામે તંત્ર વાહકોએ સરકારે નક્કી કરેલ ધારાધોરણ મુજબ સહાય ચૂકવાઈ હોવાનું અને સર્વેમાં કોઈ દોષ નહિ હોવાનું સ્પષ્ટ કર્યું હતું.ભંડારિયામાં ખેડૂત હરસુખભાઈ પરષોત્તમભાઈ ઘોરીએ ચાર વિઘા જમીનમાં કેળનું વાવેતર કર્યું હતું. કેળનો પાક તૈયાર થઈ પ્રથમ ફાલ પણ આવ્યો હતો ત્યાં વાવાઝોડું ત્રાટકતા નાજુક કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. ખેડૂત હરસુખભાઈ ઘોરીના જણાવ્યાનુસાર વાવાઝોડા બાદ સર્વે કરવા તંત્રના માણસો આવ્યા હતા જેને વિગતો નોંધાવી હતી. ચાર વિઘા જમીનમાં ૩ હજાર કેળ ઉભી હતી જે વાવાઝોડામાં ભારે નુક્શાનગ્રસ્ત થઈ હતી. કેળનો પાક નાશ થયો તેને વાડીમાંથી દૂર કરતા ૧૫ દિવસ થયા. આ પાછળ દાડિયાનો ખર્ચ થયો તે સરકારે ચૂકવેલી કુલ સહાય જેટલો છે. વધુમાં કેળનો એક રોપ રૂ.૧૫નો થાય છે બાદમાં તેની પાછળ મહેનત, મજૂરી ચડે તે અલગ. પરંતુ વળતરની રકમ મળી છે તેમાં કોઈ ગણતરી કરાઈ નથી. બેક ખાતામાં માત્ર રૂ.૧૫,૮૦૦ જમા મળ્યા છે. આ વળતર મશકરીરૂપ હોવાનો રોષ તેમણે ઠાલવ્યો છે. માત્ર મારી સાથે નહિ પરંતુ અન્ય ખેડૂતો સાથે પણ અન્યાય થયો છે. તે દરેક વ્યથિત છે તેમ જણાવ્યું હતું.