ટિ્‌વટરે ભારતના નક્શામાં જમ્મુ-કાશ્મીર, લદાખને સામેલ ન કર્યા

235

ટિ્‌વટર અને કેન્દ્ર સરકાર વચ્ચેના તણાવ વધશે : ટિ્‌વફ લાઈફ સેક્શનમાં મેપ પર કંપની વિશ્વમાં ટિ્‌વટરની ટીમ છે તેવું દર્શાવે છે જેમાં આ વિવાદાસ્પદ નક્શો છે
(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૨૮
ટ્‌વીટર અને કેન્દ્ર સરકાર વચ્ચે વ્યાપેલા તણાવમાં વધારો થાય તેવી ઘટના બની છે. આ વખતે ભારતના નકશા સાથે છેડછાડ કરવાને લઈને વિવાદ વકરી શકે છે.
સરકારી સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ટ્‌વીટરે પોતાની વેબસાઈટ પર ભારતનો જે નકશો દર્શાવ્યો છે તેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને સામેલ નથી કર્યા. ટ્‌વીટરે પોતાની વેબસાઈટ પર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ૨ અલગ-અલગ દેશ તરીકે દર્શાવ્યા હોવાનો આરોપ છે. ટ્‌વીટરના કરિયર પેજ પર ટિ્‌વફ લાઈફ સેક્શનમાં વર્લ્‌ડ મેપ છે. ત્યાં કંપની સમગ્ર વિશ્વમાં ટ્‌વીટરની ટીમ છે તેવું દર્શાવે છે. આ નકશામાં ઈન્ડિયાનો પણ સમાવેશ થાય છે. પરંતુ ભારતનો નકશો વિવાદિત દેખાડ્યો છે. અગાઉ પણ લદ્દાખને ભારતના હિસ્સા તરીકે ન દર્શાવેલ.
જોકે બાદમાં સુધારી લેવામાં આવેલ.હવે સરકાર ખુલ્લેઆમ ટ્‌વીટરના વિરોધમાં આવી ગઈ છે અને રવિશંકર પ્રસાદે સ્પષ્ટ કરી દીધું છે કે, ટ્‌વીટર ભારતને લઈ બેવડું વલણ દાખવે છે. આ કારણે આ વિવાદ વધુ વકરી શકે છે. ટ્‌વીટરના કરિયર પેજ પર ભારતનો જે નકશો છે તેમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ નથી દર્શાવ્યા. મતલબ કે તેમને સરહદની બહાર દર્શાવ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ મુદ્દે ભારે ટીકા કરી રહ્યા છે. જોકે હજુ સુધી ટ્‌વીટરે આ મુદ્દે કોઈ નિવેદન નથી બહાર પાડ્યું.

Previous articleચારધામ યાત્રા પર ઉત્તરાખંડ હાઈકોર્ટે રોક લગાવી દીધી
Next articleભાવનગર ખાતે ૧૧ હજારથી પણ વધુ આંગણવાડીનાં બાળકોને ગણવેશ વિતરણ કરાયું