ગારીયાધારમાં પશુ ચરાવવા ગયેલ સગીરનુ તળાવમાં ડૂબી જતા મોત

486

અકસ્માતે પગ લપસતા તળાવમાં ગરકાવ કમનસીબ તરૂણનો મહામહેનતે મૃતદેહ હાથ લાગ્યો
નાનીવાવડી વિરડી રોડ પર આવેલ તળાવમાં તરુણ ડુબી જતાં ભારે મહેનત બાદ લાશ બહાર કઢાય ગારીયાધાર નાં ખત્રીની કુઈ ભરવાડ શેરીમાં રહેતો તરુણ ચિરાગ ભોળાભાઈ ટોટા ઉ.વ.૧૩ માલઢોર ચરાવવા જતાં તળાવમાં પગ લપસી જતાં તળાવમાં બાળકનો ઉંડો ગરકાવ થતાં મહામહેનતે લાશને બહાર કાઢવામાં આવી હતી.મળતી વિગતો મુજબ બાળક તળાવમાં ડુબી જવાનાં સમાચાર મળતા ગારીયાધાર મામલતદાર સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ ફાયર ફાયટર ઘટનાં સ્થળે નાનીવાવડી વિરડી રોડ પર આવેલ ૬૬ કે.વી.ની પાછળનાં ભાગમાં આવેલ તળાવ ખાતે પહોંચ્યા હતા.બાળક નો ઉંડા પાણીના ગરકાવતાં થતા કલાકો સુધી તળાવમાં શોધખોળ કરતાં બાળકની લાશ ન મળતાં તળાવનો જી.સી.બી.દ્ધારા તુડવામાં આવી પાણી બહાર કાઢવામા આવ્યુ હતુ.ત્યાર બાદ રાત્રિનાં ૧૧ કલાકે બાળકનો મૃતદેહ ભારે જહેમત બાદ મળી આવ્યો હતો.તંત્ર દ્ધારા બાળકનાં મૃતદેહ ને ગારીયાધાર આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પી.એમ.કરવામાં આવ્યુ હતુ.ઘટનાની જાણથતાં કોગ્રેસનેતાં પી.એમ.ખેની સહિતનાં લોકો આરોગ્ય કેન્દ્ર ગારીયાધાર ખાતે દોડી ગયાં હતા.