રો-પેક્સની ફેરી સેવામાં યશ કલગીનું વધુ એક પીછું ઉમેરાયું

563

ટ્રેનની બોગીનું પરિવહન કરતું રો-રો રેલ ફેરી શિપનું અલંગ બનશે આખરી મુકામ
વિશ્વ વિખ્યાત જહાજવાડા અલંગ ખાતે સપ્તાહના અંત સુધીમાં ૧૨ હજાર મેટ્રીક ટન એડીટી ધરાવતા બાલી સી નામનું રો-રો રેલ ફેરી શિપ આખરી મુકામે પહોંચી જશે. આ મહાકાય જહાજના બે માળમાં ટ્રેનની બોગનું પરિવહન કરવામાં આવતું હતું. જેને અલંગના શિપબ્રેકરે ૫૭ લાખ ડોલરમાં ખરીદી લેતા અલંગના ઈતિહાસમાં વધુ એક મોરપિંછ ઉમેરાયું છે. અલંગના સાગરલક્ષ્મી શિપબ્રેકર્સ પ્લોટ નં.૪ ખાતે સંભવત્‌ બીજી અથવા ત્રીજી જુલાઈના રોજ રો-રો રેલ ફેરી શિપ ભંગાવવા માટે આવવાનું છે. ૧૯૮૨માં સિંગાપોરમાં નિર્માણ પામેલા રો-રો રેલ ફેરી શિપમાં ટ્રેનની બોગીઓને માલ-સામાન સાથે એક દેશથી બીજા દેશ અથવા એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પરિવહન કરવામાં આવતી હતી. શરૂઆતમાં આ શિપ હેવી લિફ્ટ કેરિયર હતું. જેમાં કાર્ગો લિફ્ટ કરવામાં આવતું હતું. પરંતુ રેલ માટે ડિમાન્ડ નીકળતા તેને મોડીફાઈડ કરી શિપના બે માળમાં રેલવે ટ્રેક પાથરી રો-રો રેલ ફેરી શિપ બનાવવામાં આવ્યું હતું. રો-રો રેલ ફેરી જહાજ નિવૃત્ત થયું ત્યારે અમેરિકાના બંદર પર હતું. આ શિપને અલંગના શિપબ્રેકર અશોકભાઈ દાઠાવાલા, અમીતભાઈ દાઠાવાલાએ ચાલુ માસમાં જ ૫૭ લાખ ડોલર (૪૨.૭૫ કરોડ)માં ખરીદ્યું છે. આ અંગે અશોકભાઈ દાઠાવાલાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, લભગ ૧૨ હજાર મેટ્રીક ટન એલડીટી ધરાવતું બાલી સી નામનું જહાજ અલંગમાં સપ્તાહના અંત સુધીમાં આવી પહોંચશે. ત્યારબાદ ક્લિયરન્સ સહિતની સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્લોટ નં.૪માં કટિંગ માટે લાંગશે. ઉલ્લેખનિય છે કે, ભારતીય યુદ્ધજહાજ આઈએનએસ વિરાટનું વિસર્જન અલંગમાં જ થવા જઈ રહ્યું છે, ત્યારે રો-રો રેલ ફેરી શિપનું પણ અલંગ જ આખરી મુકામ બનવાનું હોય, જે જહાજ કટિંગ ઉદ્યોગમાં અલંગની શાખ વધારનાર છે.