પડતર પ્રશ્નેNSUI દ્વારા કુલપતિને રજૂઆત

201

મહારાજા કૃષ્ણકુમારસિંહ જી ભાવનગર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પડતર પ્રશ્નો ને લઈને NSUI દ્વારા યુનિવર્સિટીના કુલપતિ ને આવેદનપત્ર પાઠવી જૂના પડતર પ્રશ્નો નું તત્કાળ નિરાકરણ લાવવા માંગ કરી છે. એમ.કે ભાવનગર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ગિરીરાજસિંહ વાળા એસ.એસ ગોહિલ તથા મહેબૂબ બલોચ એ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ને આવેદનપત્ર પાઠવી એવાં પ્રકારે રજૂઆત કરી છે કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નોને લઇને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે આમ છતાં આજદિન સુધી પડતર પ્રશ્નોનો કોઇ સમાધાન થયું નથી ત્યારે આજે ફરી એકવાર જૂના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે જેમાં વર્ષ ૨૦૧૨ થી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ ને યુજી તથા પીજીમાં અભ્યાસ પૂર્ણ કરવા અને પરીક્ષાઓ લેવા એ સંદર્ભે આયોજન કરવા તથા યુનિવર્સિટી અધિનિયમ વિરુદ્ધ સરકાર દ્વારા થયેલ ઈસી ની નિમણૂંક જેવી બાબતો અંગે તત્કાળ ઉકેલ લાવવા માંગ કરી છે.