ભાવનગર મહાનગરપાલિકાના પટાંગણમાં સ્વચ્છતાના શપથ લેવાયા

196

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભારત મિશનનો સમયગાળોમાં પાંચ વર્ષ માટે લંબાવવામાં આવેલ છે જેને લઈ ભાવનગર મહાનગરપાલિકાના પટાંગણમાં અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા સ્વચ્છતા ના શપથ લેવામાં આવ્યા હતા,ભાવનગર મહાનગરપાલિકાએ ભારત સરકાર દ્વારા સ્વચ્છતા ભારત મિશન સમયગાળો વર્ષે ૨૦૨૧ થી ૨૦૨૬ સુધી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યા છે જેને લઈ અને કોર્પોરેશન કચેરીના પટાંગણમાં સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા
અને આ શપથમાં વર્ષેમાં આપણે ૧૦૦ કલાક સ્વચ્છતા રાખીને આપણું આંગણું સ્વચ્છ રાખી જેથી આંગણું સ્વચ્છ હશે તો આપણો મન સ્વચ્છ રહશે અને સ્વચ્છતાના કારણે અનેક રોગ માંથી છુટકારો મળશે,આ સ્વચ્છતા શપથ ગ્રહણમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયા, સ્ટેડિંગ ચેરમેન ધીરુભાઈ ઘામેલીયા, કમિશનર એમ.એ.ગાંધી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને કોર્પોરેટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.