સિહોરમાં અલંગમાં વપરાતા સેલ મળી આવ્યા : બાળક  દાઝ્‌યો

632

સિહોર ખાતે હેલીપેડની બાજુમાં આવેલ ખુલ્લી અવાવરૂ જગ્યામાં અલંગમાં વપરાતા સેલ કોઈ નાખી ગયું હતું જે પતંગ લૂંટવા જતા માસુમ બાળકનાં પગમાં આવતા ફૂટ્યો હતો બનાવની જાણ થતા પોલીસ કાફલા સહિત લોકોનાં ટોળા એકઠા થયા હતા.

હેલીપેડની ખુલ્લી અવાવરૂ જગ્યામાં પતંગ લૂંટવા પહોચેલ માસુમ બાળકનાં પગમાં અલંગમાં વપરાતો સેલ ફુટ્યો હતો જેના અવાજથી બાળકને સામાન્ય ઈજા થવા પામી હી. પોલીસ સુત્રોએ જણાવેલ કે આ સેલ સ્ટીમ્બરોને સીગ્નલ આપાવા માટે વપરાય છે. તેમા નાનકડી અવાજ થઈને રંગબેરંગી ધૂમાડા નિકળે છે. આ સેલ કોઈ ભંગારવાળા નાખી ગયા હોવાનું મનાઈ રહ્યું છે.

Previous articleદામનગરનું નામ રોશન કરનાર નિતેશ વ્યાસનું ભુરખીયા મંદિરે સન્માન કરાયું
Next articleશ્રી કૃષ્ણ ચરિત્રામૃત કથામાં વૈષ્ણવો ઉમટ્યા