છેલ્લા એકાદ વર્ષમાં નેત્રમ વિભાગ ૫૬ જેટલા ગુના ડિટેક્ટ કરવામાં મદદરૂપ થયા

497

ભાવનગર શહેરના જુદા જુદા માર્ગો પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. નેત્રમ પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા કેમેરા પરથી ટ્રાફીકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે ઉપરાંત ગંભીર પ્રકારના ગુનાઓની શોધખોળ માટે પણ સીસીટીવી કેમેરા ઉપયોગી નિવડે છે. મળતી માહિતી મુજબ છેલ્લા એકાદ વર્ષમાં પ૬ જેટલા ગુના નેત્રમની મદદથી ડિટેઇન કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને મર્ડર, કિડનેપીંગ, મારામારી, છેડતી, અકસ્માત જેવા ગુનાઓનો પર્દાફાશ થયો છે. પોલીસ સીસીટીવી કેમેરા દ્વારા આરોપીઓ સુધી પહોંચી શકે છે. અને આરોપીઓેને ઝડપી લે છે. ભાવનગરના મુખ્ય માર્ગો પર થયેલી ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે નેત્રમ્‌ પ્રોજેક્ટ હેઠળ લગાવેલા સીસીટીવી કેમેરા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓને ઈ-ચલણ આપી દંડ ફટકારવા સિવાય છેલ્લા એક વર્ષમાં ઘણાં આ પ્રોજેક્ટની ગુન્હાઓ ઉકેલવામાં સરળતા રહી છે. નેત્રમ્‌ ના કામાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી સમગ્ર શહેરના ટ્રાફિક પર નજર રાખવામાં આવે છે સાથે સાથે શહેરમાં થયેલા ગંભીર ગુન્હાઓના આરોપીઓ સુધી સરળતાથી પહોંચી શકાયું છે.એક વર્ષમાં ૫૬ જેટલા ગુન્હાઓ માટે આ પ્રોજેક્ટ ઘણો ઉપયોગી નિવડ્યો છે. હાલ શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરામાંથી ૭૦ જેટલા કેમેરા બંધ છે અને તેને પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. રાઉન્ડ ધ ક્લોક શરૂ રહેતા આ કેમેરાનું મેઈટેનન્સ સતત ચાલતું જ રહે છે. ઘણીવખત ગટર કે રોડની કામગીરી વખતે અને જે તે વિસ્તારમાં લાઈટકાપ હોય ત્યારે કેમેરા બંધ રહે છે. આવા સંજોગોમાં તે વિસ્તારના ફુટેજ મળી શકતા નથી.
આ ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં દિવસના ૨૪ કલાકમાં ત્રણ શિફ્ટમાં નેત્રમ વિભાગના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ આ ટીમમાં સાત એન્જીનિયર્સ પણ છે જેઓ ટેક્નિકલ સપોર્ટમાં મદદરૂપ થાય છે. વાવાઝોડા વેળાએ પણ આ ટીમે ભાવનગર શહેરમાં નજર રાખી હતી. અને લોકોને ઉપયોગી થયા હતા. સીસીટીવી કેમેરાના કારણે ઘણા ગુનાઓ અટકાવી શકાયા છે અને ગુનેગારોને પણ સીસીટીવી કેમેરાનો ભય હોય છે.

Previous articleભાવનગર મહાપાલિકાની સાધારણસભામાં રોડ-રસ્તા મુદ્દે વિપક્ષે કાગારોળ મચાવી
Next articleભાવનગરમાંC.A. દિવસની ઉજવણી