ધવન અને તેની પુત્રીની ઉમર વચ્ચે માત્ર ૧૫ વર્ષનું અંતર?

679

(સંપૂર્ણ સમાચાર સેવા)નવી દિલ્લી,તા.૧
શિખર ધવન પોતાની બંને દિકરીઓને ખૂબ જ પ્રેમ કરે છે. તેમના માટે દરેક ખાસ મોકા પર પોસ્ટ શેર કરતા રહે છે. જન્મ દિવસ હોય કે મહિલા દિવસ, દરેક મોકા પર શિખર દિકરીઓની પ્રશંસા કરવાનું ચુકતા નથી. ભારતીય ક્રિકેટર શિખર ધવનને આજે કોઈ ઓળખની જરૂર નથી. પોતાની શાનદાર બેટિંગના કારણે તેણે એક મોટી ફેન ફોલોઈંગ બનાવી છે. શિખર ધવન જેટલા સારા ક્રિકેટર છે એટલા જ સારા પિતા પણ છે. શિખર ધવન અને તેમની દિકરીઓની ઉંમરમાં એટલું વધારે અંતર નથી, પરંતુ તે પોતાની બંને દિકરીઓ સાથે સ્પેશિયલ બોન્ડ શેર કરે છે. શિખર ધવનના ચાહકો એ વાત સારી રીતે જાણે છે કે, શિખર ધવનથી તેની પત્ની આયશા ૧૦ વર્ષ મોટી છે. આયશાને પહેલા લગ્નથી રેયા અને આલિયા નામની બે દિકરીઓ છે. શિખર અને તેની મોટી દિકરી વચ્ચે માત્ર ૧૫ વર્ષનું અંતર છે. પરંતુ આ સંબંધને શિખર ધવન ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે. જેનો પુરાવો શિખર ધવનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી મળી રહે છે. શિખર ધવન પોતાની બંને દિકરીઓને ખૂબ જ પ્રેમ કરે છે. તેમના માટે દરેક ખાસ મોકા પર પોસ્ટ શેર કરતા રહે છે. જન્મ દિવસ હોય કે મહિલા દિવસ, દરેક મોકા પર શિખર દિકરીઓની પ્રશંસા કરવાનું ચુકતા નથી. શિખર ધવને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે ભાગ્યશાળી છે કે બે દિકરીઓ એકદમ મારા જીવનમાં આવી ગઈ.આ માત્ર એક ક્લિક જેવું હતું. તે બંને મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું મારી જાતને ખુશનસીબ માનું છું. પિતાની જેમ દિકરીઓ પણ એટલી જ ટેલેન્ટેડ છે. શિખર પણ પુત્રીઓને હંમેશા પ્રોત્સાહન આપતા રહે છે. નાની દિકરી રેયા અદ્ભૂત જિમનાસ્ટ છે. ૨૦૧૭માં શિખરે એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં રેયા શાનદાર રીતે જિમનાસ્ટીક કરી રહી છે. વીડિયો શેર કરીને તેમણે કહ્યું કે, તેમને દિકરીઓ પર ગર્વ છે. શિખર અને આયશાને એક દિકરો છે જોરાવર. પોતાના બિઝી શેડ્યુલમાંથી પણ શિખર બાળકો અને પત્ની માટે સમય કાઢી જ લે છે. અનેકવાર તેઓ બાળકો સાથે મસ્તી કરતા જોવા મળે છે. ક્યારેક બહાર જાય છે તો ક્યારેક ક્રિકેટ રમે છે. આ વાતથી સાબિત થાય છે કે, ધવન જેટલા સારા ક્રિકેટર છે એટલા જ ઉમદા પિતા પણ છે.