વલ્લભીપુર નગરપાલિકાના ૨૬ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતાં ચકચાર મચી

510

છુટા કરાયેલા કર્મચારીઓ નગરપાલિકા કચેરી બહાર ધરણાં પર ઉતર્યા
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર માં નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા ૧૪ સફાઈ કામદારો સહિત કુલ ૨૬ કર્મચારીઓ ને કોઈ કારણોસર એકાએક છુટા કરી દેવામાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે આ બરતરફ કરાયેલા કર્મચારીઓ એ વલ્લભીપુર નગરપાલિકા કચેરી સામે ધરણાં નો મોરચો માંડયો છે.વલ્લભીપુર નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા ૧૨ કર્મચારીઓ તથા ૧૪ સફાઈ કામદારો ને નગરપાલિકાના સત્તાધીશો એ કોઈ પણ કારણ દર્શક નોટિસ ફટકાર્યા વિના એકાએક ઘરભેગા કરી દેતાં છુટા કરાયેલા કર્મચારીઓ માં રોષનો દાવાનળ ભભૂકી ઉઠ્‌યો હતો છુટા કરાયા ૧૨ કર્મચારીઓ માં પ્રિતી ચૌહાણ, વૈશાલી ડોડીયા, કુલદીપ ગોહિલ, હેમરાજ સોલંકી, વિક્રમ મકવાણા, વિપુલ બુધેલીયા, અજીત બારડ,પરાક્રમ પરમાર,ભરત ચાવડા, રાજુ ભીખુશા,જયવિર સોલંકી તથા કિશોર મકવાણા ના નામો જાણવા મળ્યાં છે. છુટા કરાયેલા કર્મચારીઓ એ તાત્કાલિક અસરથી નગરપાલિકા કચેરી સામે ધરણાં પર બેસી જતાં ચકચાર મચી જવા પામી છે જોકે આ મુદ્દે નગરપાલિકા ના વહિવટદારો એ કોઈ પણ પ્રકારની ટીકા ટીપ્પણી નો ઈન્કાર કર્યો હતો.

Previous articleધવન અને તેની પુત્રીની ઉમર વચ્ચે માત્ર ૧૫ વર્ષનું અંતર?
Next articleબોટાદ જિલ્લાની કોવિડ હોસ્પીટલોની જાત મુલાકાત લેતા કલેકટર તુષાર સુમેરા