બોટાદ જિલ્લાની કોવિડ હોસ્પીટલોની જાત મુલાકાત લેતા કલેકટર તુષાર સુમેરા

1199

જિલ્લામાં કોવિડ-૧૯ની પરિસ્થિતિથી કલેકટર અવગત થયા
બોટાદ જિલ્લામાં પ્રવર્તમાન કોવિડ-૧૯ ની પરિસ્?થિતિનો તાગ મેળવવા નવનિયુકત જિલ્?લા કલેકટર તુષાર સુમેરાએ જિલ્લાની વિવિધ ડ્ઢઈજીૈંય્દ્ગછ્‌ઈડ્ઢ સરકારી કોવિડ-૧૯ હોસ્પિટલોની જાત મુલાકાત લીધી હતી. કલેકટર તુષાર સુમેરાએ જિલ્લાની આરાધના કોવિડ-૧૯ હોસ્પિટલ, બરવાળા તથા રાણપુર ખાતેની હોસ્પિટલોની જાતમુલાકાત લઇ જિલ્લામાં કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિ બાબતે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અવગત બન્યા હતાં તેમજ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી આઈ.સી.યુ., બાળકોના વોર્ડની તૈયારી, ઓકિસજન તથા દવા સહિતની જરૂરિયાત મુજબ આગોતરુ આયોજન કરવા જણાવાયું હતું. હાલ સમગ્ર દેશમાં કોરોના વિરૂધ્ધ રસીકરણ મહાઅભિયાન પુરજોશમાં ચાલી રહેલ છે.
જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીથી વાકેફ બન્યા હતાં. તેમણે જિલ્લાના નાગરિકો કોરોના રસીકરણ મહાઅભિયાનમાં સહભાગી બની નાગરિકો રસી લેવા પ્રેરાય તે દિશામાં કાર્ય કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને તાકિદ કરી હતી. કોવિડ-૧૯ નું સંક્રમણ અટકાવવા તકેદારીના ભાગરૂપે શાકભાજીના છુટક વેપારીઓ, પાણીપુરીની લારીગલ્લાવાળા, રીક્ષા, ટેક્ષી, કેબલવાળા જેવા સુપર સ્પ્રેડરોને અગ્રતાને ધોરણે રસીકરણ થાય તેવી સુચના પણ આપી હતી.આ મૂલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણસિંઘ સાંદુ, અધિક જિલ્લા કલેક્ટર મુકેશ પરમાર, નાયબ કલેક્ટર મિયાત્રા, પ્રાંત અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleવલ્લભીપુર નગરપાલિકાના ૨૬ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતાં ચકચાર મચી
Next articleડોક્ટરોના કારણે કોરોના સામે લડવામાં મદદ મળી : મોદી