કોરોના છતાં ૨૦૨૦-૨૧માં દેશને ૮૧.૭૨ અરબ ડોલરનું એફડીઆઇ મળ્યું

233

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨
કોરોનાની બીજી લહેરને કારણે અર્થવ્યવસ્થાને બૂસ્ટ કરવા માટે અનેક પગલાંઓ ભર્યાં છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં હાલની સ્થિતિ અંગે જાણકારી આપી હતી.પિયુષ ગોયલે કહ્યું કે, કોરોના છતાં દેશમાં એફડીઆઇ વધ્યું છે. ૨૦૨૦-૨૧માં દેશને કુલ ૮૧.૭૨ અરબ ડોલર (૬૧૦૮.૦૯ અરબ રૂપિયા)નું એફડીઆઇ મળ્યું છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં દેશમાં ૬.૨૪ અરબ ડોલર (૪૬૬.૪૦ અરબ રૂપિયા)નું એફડીઆઇ આવ્યું છે. તે એપ્રિલ ૨૦૨૦માં આવેલ એફડીઆઇથી ૩૮ ટકા વધારે છે.કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, કોરોનાની બીજી લહેરના ભીષણ સંકટ છતાં દેશની અર્થવ્યવસ્થા યોગ્ય ટ્રેક પર ચાલી રહી છે. એપ્રિલ ૨૦૨૧માં દેશમાં અત્યાર સુધી સૌથી વધારે એક્સપોર્ટ ગ્રોથ હાંસલ કર્યો છે. એપ્રિલ ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૧ ટકા છે. આટલો ગ્રોથ દેશમાં ક્યારેય હાંસલ થયો નથી.જો કે એપ્રિલ ૨૦૨૦માં દેશમાં લોકડાઉન હતું, તેથી એપ્રિલ ૨૦૨૧માં એક્સપોર્ટ ગ્રોથ આટલો વધારે છે. તો એપ્રિલ ૨૦૧૯ની સરખામણીમાં દેશના એક્સપોર્ટમાં ૧૮ ટકાનો વધારો થયો છે. સરકારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન મારફતે આ આંકડા જાહેર કર્યા છે.સરકારનું કહેવું છે કે, એપ્રિલમાં દેશનો એક્સપોર્ટ ગ્રોથ અનેક મોટી ઈકોનોમીથી વધારે છે. ડબલ્યુટીઓના આંકડાઓ મુજબ એપ્રિલ ૨૦૨૦ની સરખામણીમાં એપ્રિલ ૨૦૨૧માં યુરોપીય સંઘનો એક્સપોર્ટ ગ્રોથ ૬૮ ટકા, જાપાનનો ૩૬ ટકા, દક્ષિણ કોરિયાનો ૪૧ ટકા અને બ્રિટેનનો ૩૨ ટકા તેમજ અમેરિકાનો ૫૩ ટકા છે.જો કે સરકારે આ સમયગાળામાં ચીનની સાથે દેશના એક્સપોર્ટની સરખામણી કરી નથી. ચીન દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેને દુનિયાની સપ્લાય ચેઈનનું એન્જિન પણ કહેવામાં આવે છે.