તારખ મહેતા કા ઉલ્ટ ચશ્માનો ગોલી છોકરીની શોધમાં!

592

ઉલ્ટા ચશ્માના ડિરેક્ટર માલવ રાજદાએ જૂના ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીને યાદ કર્યો, તેમણે થ્રોબેક તસવીર શેર કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૫
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડિરેક્ટર માલવ રાજદા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે શોના સેટ પરથી બીટીએસ (બિહાઈન્ડ ધ સીન) તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. હાલમાં તેમણે શોના ભૂતકાળના એપિસોડના શૂટિંગ દરમિયાનની તસવીર શેર કરી છે. જેમાં તેમની સાથે તેમની પત્ની પ્રિયા રાજદા (રિટા રિપોર્ટર), ભવ્ય ગાંધી ઉર્ફે જૂનો ટપ્પુ તેમજ કુશ શાહ (ગોલી) જોવા મળી રહ્યા છે. તસવીરમાં તમામ થોડા નાના લાગી રહ્યા છે. માલવ રાજદાએ તસવીરને ફની કેપ્શન આપ્યું છે. તેમણે લખ્યું છે કે, થ્રોબેક મિસ યુ. મને લાગે છે કે છોકરીની શોધમાં વ્યસ્ત છે. ડિરેક્ટરનુ કેપ્શન વાંચીને સોશિયલ મીડિયા યૂઝર્સ મજા લઈ રહ્યા છે. એક ફેન પેજે લખ્યું છે ગોલી બેટા મસ્તી નહીં. તો એક ફેન પેજે લખ્યું છે ટપ્પુના પાત્રમાં ભવ્ય ગાંધી જ બેસ્ટ હતો. તો એક યૂઝરે કોમેન્ટ કરીને લખ્યું છે આ જુઓ આનું અફેર શરૂ થઈ ગયું તેમ છતાં પોપટલાલ કુંવારો છે. અરે ડિરેક્ટર સાહેબ તેના લગ્ન કરાવી દો જલ્દી. આ સિવાય કેટલાકે ટપ્પુના પાત્રમાં ફરીથી ભવ્ય ગાંધીને બોલાવવાની માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શોને અલવિદા કહેતા પહેલા ભવ્ય ગાંધીએ ઘણા વર્ષ સુધી ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું. બાદમાં ભવ્ય ગાંધીને તેનું પાત્ર નીરસ લાગ્યું હતું અને તેથી જ કંઈક પડકારનજક અને રસપ્રદ પાત્રની શોધમાં શો છોડી દીધો હતો. હાલ, તે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. થોડા દિવસ પહેલા જ ભીડેનું પાત્ર ભજવી રહેલ મંદાર ચંદાવરકરે પણ સ્વીકાર્યું હતું કે, તે નિયમિત ભવ્ય ગાંધીને સેટ પર મિસ કરે છે. ભવ્યનો બર્થ ડે હતો ત્યારે તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સેશન કર્યું હતું અને આ દરમિયાન મંદાર જોડાયો હતો. લાઈવ સેશન દરમિયાન એકબીજા સાથે વાત કરતાં જોઈને ભવ્ય અને મંદાર ખૂબ આનંદિત થયા હતા. આ ચેટ દરમિયાન મંદારે કહ્યું હતું કે તે ભવ્યને સેટ પર ખૂબ મિસ કરે છે. ભવ્ય સાથેના શૂટિંગના દિવસો અને કેવી રીતે ભવ્ય દરેક વયજૂથના કલાકારો સાથે વાતો અને મસ્તી કરતો જોવા મળતો હતો તે મંદારે યાદ કર્યું હતું. સાથે જ મંદારે ભવ્યને ’હીરો’ બનવા અંગે ચીડાવ્યો પણ હતો.

Previous articleગૌહર ખાન મોસ્કોમાં હનીમૂન મનાવવા પહોંચી
Next articleભાલ પંથકમાં પાઈપલાઈનના ગોકળગતિએ ચાલતા કામના કારણે અનેક ગામ ચોમાસામાં પણ પીવાના પાણીથી વંચિત