બાહુબલીનો અવાજ આપી છવાઇ ગયો શરદ કેલકર

200

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૬
એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી ધ ફેમિલી મેન ૨ હાલમાં ખુબજ ચર્ચામાં છે. રિલીઝ પહેલાં પણ આ વેબ સીરીઝ ચર્ચામાં હતી. આ વચ્ચે ધ ફેમિલી મેન ૨ નાં એક્ટર શરદ કેલકર એ બોલતા બોલતા ખચકાવવાની વાત કરી હતી. એક્ટરે પહેલાં ખુલાસો કર્યો છે કે તેને બાળપણમાં બોલવામાં તકલીફ થતી હતી. જેને કારણે બાળકો તેને ચિડાવતા હતાં. હાલમાં એક ઇન્ટરવ્યૂમાં શરદ કેલકરે જણાવ્યું કે, એક બાળકનાં રૂપમાં તેને બોલવામાં તક્લીફ હતી ત્યારે ઘણી વખત બાળકો તેની મજાક ઉડાવતા હતા.ગત થોડા સમયયથી શરદ કેલકર એક બાદ એક ઘણી સુંદર સુંદર ફિલ્મો અને વેબ શોમાં નજર આવે છે. અક્ષય કુમારની ’લક્ષ્મી’થી લઇ મનોજ બાજપેયી સ્ટાર ધ ફેમિલી મેન ૨ સુધી તમામમાં તે ધમાલ મચાવતો હતો. આ ઉપરાંત તેણે તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં છત્રપતિ શિવાજીનું પાત્ર અદા કર્યું હતું. તો બાહુબલીનાં હિન્દી ડબમાં તેણે પ્રભાસને અવાજ આપ્યો હતો. એટલે કે બાહુબલીમાં તેનો જ અવાજ હતો. તેની અવાજને ભારતીય દર્શકોએ ખુબજ પસંદ કર્યો હતો. બાહુબલીનાં પાત્રમાં તેનો અવાજ એકદમ બંધ બેસતો હતો. શરદ કેલકરે કહ્યું કે, આપ જાણો છો, હું બાળપણમાં ઠીકથી બોલી નહોતો શકતો, હું ખચકાતો હતો. અને આ માટે મારો ઘણીવાર મજાક પણ બનતો. મારી સાથેનાં બાળકો મારી ખુબ હંસી ઉડાવતા હતાં. પણ હવે મને જોવો. આજે હું એવાં વ્યવસાયમાં છું જ્યાં મારે મારી અવાજ અને મારી સ્પીકિંગ સ્કિલ્સનો ઉપયોગ કરવાનો છે. એક્ટરે એક વખત ખુલાસો કર્યો હતો કે તેની બોલતા બોલતા ખચકાવાની ટેવને કારણે તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે, તે એક્ટર બનશે. તે વધુમાં કહે છે કે, મને ઘણી વખત રિજેક્શન સહન કરવા પડ્યાં છે. હું ખચકાતો હતો. તેથી મારા માટે એક્ટિંગ એવી વાત હતી જેનાં માટે હું વિચારી પણ નહોતો શકતો. ખચકાવું મારા માટે મોટી સમસ્યા બની ગઇ હતી. પણ તેણે જ મને વધુ મજબૂત બનાવી છે, તેણે મને મારી અંદર ખોટાંને સાચુ કરવાની તાકાત આપી. ખચકાવું મારા માટે એક સમસ્યા બની ગઇ હતી. અને મારે તેનાંથી નિજાત મેળવવો હતો. મને બે વર્ષ લાગ્યા હતાં. મને લાગે છે કે, રિજેક્શન પણ સારા માટે થાય છે. તે આપને આપનું લક્ષ્ય મેળવવા વધુ મહેનત કરવાની તાકાત આપે છે.

Previous articleપતિ સાથે વિતાવેલા સમયને યાદ કરી રહી છે મંદિરા બેદી
Next articleજાણીતી એક્ટ્રેસ શગુફ્તા અલી આર્થિક તંગીમાં