સર્વોત્તમ ડેરીમાંથી ચોરાયેલા ઘીના ડબ્બા સાથે વધુ એક શખસ ઝડપાયો

185

રૂા.૯.૨૫ લાખની કિમતના ૧૫૦ ડબ્બા સાથે રાજેસ્થાનથી ઈસમને પકડી લાવતી સિહોર પોલીસ ટીમ
શિહોર પોલીસ સ્ટેશનમાં અગાઉ સર્વોત્તમ ડેરીમાંથી અમુલ ઘીના ૧૪૪૦ ડબ્બાની ચોરી થયાનો ગુનો દાખલ થયેલ જે અંગેની તપાસમાં સિહોર પોલીસે ચારેક દિવસ પૂર્વે એક શખ્સને રૂા.૨૦.૬૦ લાખની કિંમતના ૩૩૪ ઘીના ડબ્બા સાથે ઝડપી લીધેલ બાદ પુછપરછ દરમિયાન વધુ એક ઈસમને રાજેસ્થાનથી રૂા.૯.૨૫ લાખની કિંમતના૧૫૦ ઘીનાડબ્બા સાથે ઝડપી લીધો છે.
શિહોર પો.સ્ટે.ના પો.ઇન્સ. કે.ડી.ગોહીલ તથા એલ.સી.બી એલ.સી.બીના પી.આઈ ઓડેદરા તથા પીએસઆઈ એન.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એક ટુકડી રાજસ્થાન તપાસમાં મોકલેલ જેઓએ આરોપી પ્રકાશ માંગુલાલ ઢોલી રહે.કલ્યાણપુર ગામ તા-કપાસણ જી.ચીંતોડગઢ રાજસ્થાન વાળાને ટેકનીકલ સેલની મદદથી ઝડપી પાડેલ તેમજ તેના કબ્જામાંથી અમુલ ઘી ના ડબ્બા ૧૫૦ કિ.રૂ. ૯૨૫૫૦૦- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરેલ.આ કામગીરી માં એલ.સી.બી ના બીજલ કરમટીયા સિહોર પોસ્ટે ના કુલદીપસિંહ, શક્તિસિંહ, રણજીતદાન રાજસ્થાન તપાસ અર્થે જઇ વધુ ૧૫૦ ડબ્બા અમુલ ઘી તથા એક આરોપી ઝડપી પાડેલ હતો. આમ સિહોરની સર્વોત્તમ ડેરીમાંથી ચોરી થયેલા ૧૪૪૦ અમુલ ઘીના ડબ્બામાંથી અત્યાર સુધીમાં કુલ ૪૮૪ ડબ્બા સાથે બે ઈસમોને સિહોર પોલીસે રાજેસ્થાનથી ઝડપી લીધેલ છે. હજુ વધુ તપાસ ચાલી રહી છે.

Previous articleસતત બીજા દિવસે પેટ્રોલ ૩૫ પૈસા મોંઘું થઈ ગયું
Next articleરેલ રોકો આંદોલનનાં કેસમાં કોંગી આગેવાનો રેલ્વે કોર્ટમાં હાજર થયા