ભાવનગરના ભરતનગર ખાતે ગુજરાતમાં સૌપ્રથમ સરકારી શાળામાં ઓક્સિજન પાર્ક અને ન્યુટ્રીશન પાર્કનું નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરાયું

258

શાળાના પટાંગણમાં સાવ ટૂંકી જગ્યામાં ૨૨૨ જેટલા સરગવા અને ૫૫૫ અન્ય વૃક્ષો સહિત કુલ વૃક્ષો ૭૭૭ વાવ્યા
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા નંબર ૭૩ હંમેશા કંઈક નવું કરીને બીજાને પ્રેરણા મળે તેવા કાર્યક્રમો આપી રહી છે. આજે શાળાના પટાંગણમાં સાવ ટૂંકી જગ્યા માં ૨૨૨ જેટલા સરગવાના વૃક્ષો અને ૫૫૫ અન્ય વૃક્ષો સહિત કુલ ૭૭૭ વાવવામાં આવ્યા હતા.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરની સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા નં.૭૬ ભરતનગર ખાતે ગુજરાતમાં સૌપ્રથમ સરકારી શાળામાં ઓક્સિજન પાર્ક અને ન્યુટ્રીશન પાર્કનું નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરાયું જેમાં સાવ ટૂંકી જગ્યામાં ૭૭૭ વૃક્ષોનું રોપણ કરાયું હતું.ડો.હરેશ રાજ્યગુરુ શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, ઓક્સિજન પાર્ક અને ન્યુટ્રીશન પાર્કનું નિર્માણ અર્થે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું,
સરગવાના પાન બાળકોને મધ્યાહન ભોજનમાં આપવામાં આવશે. એનાથી બાળકોને પોષણ મળશે. આ શાળાનો મુખ્ય ઉદ્દેશ સરગવાના વૃક્ષો વાવી તેમાંથી શહેરની તમામ શાળાના બાળકો માટે મધ્યાન ભોજનના અક્ષયપાત્રને રોજ જરૂરિયાત મુજબ સરગવાના પાન પૂરા પાડવામાં આવશે.આ કાર્યક્રમમાં મેયર કીર્તિબેન દાણીધારીયા, શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ પંડ્યા, શિક્ષણ સમિતિના ચેરમેન નીલેશભાઈ રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, ડેપ્યુટી મેયર કૂમાર શાહ તથા શાળાના આચાર્ય, શિક્ષકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

Previous articleસરીતા શોપીંગ સેન્ટરના સંચાલકો-દુકાન ધારકોના મનમાં તંત્રની નોટીસને લઈને રોષાગ્ની ભડક્યો.!
Next articleરૂપાલા અને માંડવીયાને કેબીનેટમાં સ્થાન મળતા શહેર ભાજપનો આવકાર