સરીતા શોપીંગ સેન્ટરના સંચાલકો-દુકાન ધારકોના મનમાં તંત્રની નોટીસને લઈને રોષાગ્ની ભડક્યો.!

238

વર્ષોથી આશીર્વાદ રૂપી ખડકાયેલા દબાણોને બદલે ગરીબોની રોજી પર જ તરાપ શા માટે ?
શહેરના શાસ્ત્રીનગરથી ચિત્રા સુધીનાં ૬ કિલોમીટર ના અંતરમાં નવનિર્મિત ફલાઈઓવર બ્રિજ તથા સિક્સલેન રોડમા બાધારૂપ સરીતાસોસાયટી ના નાકે આવેલ સરીતા શોપીંગ સેન્ટરના દુકાન ધારકોને પોતાની મિલ્કત ની કાયદેસરતા સાબિત કરવા સાત દિવસની મહેતલ આપવામાં આવી છે જે સંદર્ભે મિલ્કત ધારકોએ ઉગ્ર પ્રતિભાવ આપ્યો છે અને આ મુદ્દે આર-પાર ની લડાઈ લડી લેવાનો નિર્ધાર કર્યો છે.ભાવનગર શહેરમાં પા પા પગલી ભરી રહેલ “વિકાસ” ના માર્ગમાં દબાણરૂપી અવરોધ આવતાં “વિકસ” ની ડગલી ઓને આજકાલ બ્રેક લાગી છે…! ભાવનગર મહાનગરમાં સૌપ્રથમ નવનિર્મિત ફલાઈઓવર બ્રિજ સાથે સિક્સલેન રોડનું કામ “મંદ ચરાચર” ચાલી રહ્યું છે ત્યારે શહેરના ગઢેચી વડલા પાસે સરીતાસોસાયટી ના નાકે આવેલ સરીતા શોપીંગ સેન્ટરની કાયદેસરતા નો મુદ્દો ચર્ચાના એરણે ચડ્યો છે ફલાઈઓવર તથા સિક્સલેન ના નિર્માણ માં અવરોધ રૂપ આ શોપીંગ સેન્ટરની કાયદેસરતા અંગે તંત્ર ના મનમાં આજે છેક સંશયો દ્દભવ્યા છે જેને પગલે આ શોપીંગ સેન્ટરની સરકારી ચોપડે કાયદેસરતા સાબિત કરવા માટે શોપીંગ સેન્ટર માં આવેલ દુકાન માલિકોને તંત્ર એ નોટિસ ફટકારી દિવસ સાતમાં મિલ્કત ની કાયદેસર સરતા સાબિત કરવા જણાવ્યું છે અન્યથા આ મિલ્કત વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની ગર્ભિત ધમકી આપતાં મિલ્કત ધારકો ગિન્નાયા છે જે અંગે પ્રતિક્રિયા આપતાં વેપારીઓએ જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં વ્હાઈટ કોલર ગુંડાઓની છત્રછાયા તળે વર્ષો જૂના અનેક દબાણો મોજુદ છે પરંતુ આ દબાણો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં “નામર્દ” સાબિત થયેલ અધિકારીઓ ને વિકાસ માટે માત્ર ને માત્ર ગરીબોની રોજીરોટી તથા ગરીબ ખેડૂતો ની જીવાઈ સમી જમીનો જ ધ્યાનમાં આવે છે.! સરીતા શોપીંગ સેન્ટરમાં અમે વર્ષોથી દુકાનો ધરાવીએ છીએ આજદિન સુધી કોઈ જ કાયદેસરતા યાદ ન આવી અને હવે માત્ર દિવસ સાતમાં અમારી માલિકીની મિલ્કતની કાયદેસરતા સાબિત કરી આપવાની ?તંત્ર અમોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા તૈયાર નથી કે ન તો વળતર ચુકવવા આ દુકાનો પર અમારૂ ગુજરાન ચાલે છે એકાએક રોજગાર છીનવાઈ જશે તો અમે શું કરીશું કયાં જઈશું..? આ બાબતે વધુમાં દુકાન માલિકોએ જણાવ્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું છે કે કોઈ ના ધંધા રોજગાર છીનવી વિકાસ કરવો એ અક્ષમ્ય અપરાધ છે પરંતુ આ અંગે સત્તાધીશો-અધિકારીઓ ની મનમાની નહીં ચલાવી લઈએ અમારી મિલ્કત મામલે ગમે તે હદે અને ગમે ત્યારે ભલે આર યા પાર ની લડાઈ લડવી પડે તો પણ લડીશુ પણ પીછેહઠ તો નહીં જ કરીએ…!તો બીજી તરફ પોતાની વાત પર મક્કમ તંત્ર એ પણ સાત દિવસની અવધિ સમાપ્ત થયે જો મિલ્કત ધારકો માલીકી સાબિત કરવામાં નિષ્ફળ નિવડશે તો શોપીંગ સેન્ટર પર ગમે ત્યારે બુલડોઝર ફેરવી જમીન ખાલસા કરી ને જ રહીશું…!