સિહોરમાથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાઈ રહેલ ૧૩ અબોલ જીવને છોડાવ્યા

199

બે શખ્સોને ટ્રક સહિત રૂ.૪,૫૫,૦૦/-નો મુદ્દામાલ સિહોર પોલીસે કબ્જે કર્યો
સિહોરમાં ગત રાત્રે જીવદયા પ્રેમીઓએ બાતમી આધારે ૧૩ અબોલ જીવોને કતલખાને જતાં બચાવી મૂંગા જીવોની પાંજરાપોળમાં મોકલી કસાઈઓને ટ્રક સહિતના મુદ્દામાલ સાથે સિહોર પોલીસનાં હવાલે કર્યા હતા.સમગ્ર બનાવ અંગે સિહોર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર સિહોરમાં રહેતા જીવદયાપ્રેમીઓ ને બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે આજે રાત્રે એક ટ્રકમાં અબોલ પશુ ભરી કતલખાને લઈ જવાના છે આથી જીવદયાપ્રેમીઓ સિહોર બસ સ્ટેન્ડ પાસે વોચમા હતાં એ દરમ્યાન બાતમીદારે આપેલ વર્ણન વાળો ટ્રક નં-જી-જે-૧૮એકસ-૮૮૦૯ પસાર થતાં જેને અટકાવી તપાસ હાથ ધરતા ટ્રકમાં ખીચોખીચ હાલતમાં પાણી-ચારો વિના ઠાસેલા ૧૩ ભેસ મળી આવી હતી જેની હેરાફેરી અંગે જીવદયાપ્રેમીઓ એ ચાલક અસ્લમ આસીફ પઠાણ ઉ.વ.૨૭ રે.સિહોર તથા કલીનર કિશન પુના મકવાણા ઉ.વ.૨૧,રે,સિહોર વાળા યોગ્ય દસ્તાવેજ અગર ખુલાસો ન આપતાં સિહોર પોલીસને જાણ કરતાં પોલીસે ટ્રક આરોપીઓ તથા ભેસો મળી જપ્ત કરી પુછપરછ કરતાં આ અબોલ જીવ ભરૂચ કતલખાને લઈ જઈ રહ્યાં હોવાની કેફિયત આપતાં પોલીસે કુલ રૂ,૪,૫૫,૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કસાઈઓને જેલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.