ભાવનગર શહેરમાં માતા-પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો, મૃતક મહિલાને શરીર સંબંધ બાંધવા માટે બોલાવ્યા બાદ બેવડી હત્યાને અંજામ આપ્યાનો ખુલાસો

488

પ્રાથમિક તપાસમાં બંને હત્યા એક જ શખ્સે કરી હોવાનું ખૂલ્યુંપોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
ભાવનગર શહેરમાં ગુરુવારે થયેલી બે અલગ અલગ હત્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બંને મૃતક માતા-પુત્ર હોવાનું અને બંનેની હત્યા એક જ શખ્સે નિપજાવી હોવાનું ખૂલ્યું છે. માતા સાથે ગાઢ સંબંધ ધરાવનાર આરોપીએ બુધવારે રાત્રિના મહિલાને શરીરસુખ માણવા માટે બોલાવી હતી. બાદમાં કોઈ કારણોસર આરોપીએ માતા અને તેના સગીર પુત્રની હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી હેમલ શાહે જ અંકિતા જોશીને બુધવારે રાત્રિના શરીરસંબંધ બાંધવા માટે બોલાવી હતી. અંકિતા જોશી તેના સગીર પુત્રને લઈ હેમલ શાહના ફ્લેટ પર પહોંચી હતી. જ્યાં કોઈ કારણોસર હેમલ શાહ અને અંકિતા જોશી વચ્ચે ઝઘડો થતા આરોપીએ માતા-પુત્રની હત્યા નિપજાવી હતી.

આરોપીએ પ્રથમ કોની હત્યા નિપજાવી તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે.ગુરુવારે સવારે વરતેજ-સિદસર રોડ પરથી પોલીસને એક સગીરની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતકના શરીર પરથી ૨૦ થી વધુ તીક્ષણ હથિયારના ઘા મળી આવ્યા હતા. પોલીસે સગીરની ઓળખ મેળવવા અને આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ સાંજના સમયે પરિમલ ચોક પાસે આવેલા જનકલ્યાણ ફ્લેટના બીજા માળેથી મહિલાની લાશ મળી હતી. જે લાશ મળી હતી તેને ગોદળામાં વીંટાળીને રાખી મુકાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને મૃતકો વચ્ચે માતા-પુત્રનો સંબંધ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ફ્લેટમા માલિક હેમલ શાહની પુછપરછ કરતા તેમણે જ બંને હત્યાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અંકિતા જોશી તેના પતિ સાથે છુટાછેડા લઈ અલગ રહેતી હતી. જ્યારે આરોપી હેમલ શાહ પણ તેની પત્ની સાથે છુટાછેડા લઈ એકલો રહેતો હોવાનું સામે આવ્યું છે. હેમલ શાહ ભૂતકાળમાં ચોરી,પશુ અતિક્રમણ-અત્યાચાર તથા પ્રોહિબિશન ના ગુનામાં જેલની હવા ખાઈ આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. માતા-પુત્રની હત્યા મામલે પોલીસે હેમલ શાહની અટકાયત કરી કોવિડ રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. માતા-પુત્રની હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ હજી પોલીસ જાણી શકી નથી.
રીમાન્ડ બાદ હત્યાનું કારણ સ્પષ્ટ થશેઃ:Dysp

ડબ્બલ મર્ડર અંગે સિટી ડીવાયએસપી સફીન હસનએ યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આરોપી હેમલ શાહ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને પોલીસ તપાસ શરૂ છે આથી તપાસ પૂર્ણ થયે તમામ હકીકત જાહેર થશે આ બનાવમાં પોલીસે એક કાર પણ કબ્જે કરી છે સમગ્ર ઘટનામાં અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ એ પણ તપાસ-પુછપરછના અંતે જાહેર થશે.

Previous articleભાવનગરમાં ૩૬મી રથયાત્રાને લઈ રથયાત્રા સમિતિ સાથે તંત્રની મિટિંગ યોજાઈ
Next articleસિહોરમાથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાઈ રહેલ ૧૩ અબોલ જીવને છોડાવ્યા