યાત્રા પૂર્વે શહેરમાં ઠેરઠેર પોલીસ દ્વારા કોમ્બીંગ

632

આગામી તા,૧૨ જુલાઈ ને સોમવાર ના રોજ શહેરમાં યોજાનાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ને લઈને તડામાર તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે ભાવનગર ઉપરાંત રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર સહિતના જિલ્લા ઓમાથી બંદોબસ્ત માટે પોલીસના ધાડેધાડા ઉતરી આવ્યા છે અને ફલેગમાર્ચ સાથે સઘન કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે આજે બપોરે તમામ પોલીસ જવાનોને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોઈંન્ટની ફાળવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.