મિલિન્દ સોમનની ૫૫ વર્ષે પણ યુવાનો જેવી ફીટનેસ છે

257

દિવસની શરૂઆત મિલિન્દ ૫૦૦ મિલીલીટર પાણી પીને કરે છે અને ત્યાર બાદ ૧૦ વાગ્યે તેઓે નાસ્તો કરે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ, તા.૯
એક્ટર અને મોડલ મિલિન્દ સોમન ૫૫ વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ છે. આ ઉંમરમાં પણ તેમની ફિટનેસ વખાણવા લાયક છે. આ ઉંમરમાં પણ તેઓની ફિટનેસ અને એનર્જીના કારણે તેઓ યુવાનોને પણ પાછળ છોડતા નજર પડી રહ્યા છે. તે સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે અને સમયસર પોતાના ફિટનેસ સિક્રેટ ફેન્સ સાથે શેર પણ કરે છે. હાલમાં જ તેણે ફરી એક વાર પોસ્ટ દ્વારા પોતાની ફિટનેસ મંત્ર ફેન્સ સાથે શેર કર્યો છે અને પોતાના ડાયટ વિશે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે.પોતાના દિવસની શરૂઆત મિલિન્દ સોમન સૌથી પહેલા ૫૦૦ મિલીલીટર પાણી પીને કરે છે. ત્યાર બાદ ૧૦ વાગ્યે તેમનો નાસ્તો હોય છે. જેમાં તે નટ્‌સ, પપૈયું, તરબૂચ કે સીઝનલ ફ્રૂટ જેમ કે કેરી ખાય છે. તો મિલિન્દ સોમન ખૂબ ખોરાક લે છે. જે મોટા ભાગે શાકાહારી ભોજન હોય છે. લંચ બપોરે ૨ વાગ્યે કરવાનું પસંદ કરે છે. તેમાં ભાત અને દાળની ખીચડી હોય છે. સાથે જ સ્થાનિક ઋતુગત શાકભાજી હોય છે. તેમાં એક ભાગ દાળ, ભાત અને બે ભાગ શાકભાજીની સાથે તે બે ચમચી ઘી લે છે. આ સિવાય ક્યારેક-ક્યારેક તે શાક અને દાળની સાથે ૬ રોટલી ખાય છે. તો ખૂબ જ ઓછું જેમ કે મહીનામાં એક વખત એક નાનો ટુકડો ચિકન, મટન કે એક ઇંડુ ખાય છે.મિલિન્દ સોમન સાંજે ૫ વાગ્યે ક્યારેક ક્યારેક એક કપ બ્લેક ટી પીવાનું પસંદ કરે છે. તેમાં તેઓ ખાંડની જગ્યાએ ગોળ નાખે છે. તો સાંજનું ભોજન તેઓ ૭ વાગ્યે કરવાનું પસંદ કરે છે. તે પણ સાદુ ભોજન હોય છે અને તેમાં તેઓ એક પ્લેટ શાકભાજી કે ભાજી લે છે. આ સિવાય ક્યારેક ક્યારેક ખૂબ વધુ ભૂખ લાગે તો ખિચડી ખાવાનું પસંદ કરે છે. પરંતુ નોન વેજ ખાતા નથી.