ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાનું ટીઝર રીલીઝ થયું

207

ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં અજય દેવગન સિવાય સંજય દત્ત, શરદ કેલકર, સોનાક્ષી જેવા કલાકારો જોવા મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૨
બોલિવૂડ એક્ટર અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ’ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાનું ટીઝર આવી ગયું છે. આ ટીઝરમાં વૉર સીન જોવા મળી રહ્યા છે. સાથે-સાથે અજય દેવગનના દમદાર ડાયલોગ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. અજય દેવગને રવિવારે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’નું ટીઝર શેર કર્યું છે. ૩૨ સેકન્ડના આ ટીઝરમાં યુદ્ધની ઝલક જોવા મળી રહી છે. ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’નું ટીઝર શેર કરતા અજય દેવગને લખ્યું કે અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ. આ ફિલ્મનું ટ્રેલર ૧૨ જુલાઈએ રિલીઝ થશે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ આધારિત ફિલ્મ ’ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં અજય દેવગન આઈએએફ સ્કવોડ્રન લીડર વિજય કાર્ણિકના પાત્રમાં જોવા મળશે. જેમણે ભુજમાં એરબેઝ તૈયાર કર્યું હતું. ડિરેક્ટર અભિષેક દુધિયાની આ ફિલ્મ ૧૩ ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં અજય દેવગન સિવાય સંજય દત્ત, શરદ કેલકર, સોનાક્ષી સિંહા વગેરે કલાકારો જોવા મળશે.

Previous articleમાધુરી દીક્ષિતે શગુફતાને ૫ લાખ રૂપિયાની સહાય કરી
Next articleભગવાન જગન્નાથજીની ૩૬મી યાત્રામાં પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવતાં : વિભાવરીબેન દવે