દેવદાસમાં એશ-માધુરીએ લાખોનો ડ્રેસ પહેર્યો હતો

325

દેવદાસમાં અભિનેત્રી ઐશ્વર્યા રાયે એવી ઘણી સાડીઓ પહેરી, જેને જોઇ લોકોની આંખો ખુલીને ખુલી રહી ગઇ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૩
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી તેની ફિલ્મોની ભવ્યતા માટે જાણીતો છે. ફિલ્મનાં સેટથી લઇ કલાકારોનાં કપડાં સુધી સંજય લીલા ભણસાલી દરેક ચીજોનું બારીકીથી ધ્યાન રાખે છે. દેવદાસ પણ સંજય લીલા ભણસાલીની એવી એક ફિલ્મમાંથી એક છે જેનાં પર તેણે પાણીની જેમ પૈસો વહાવ્યો હતો. તેમણે આ ફિલ્મમાં એક એક દ્રશ્યને અસાધારણ બનાવવામાં કોઇ કસર છોડી નથી. આ પહેલાં ભંણસાલીએ ૧૯૯૯માં તેમની ફિલ્મ ’હમ દિલ દે ચુકે સનમની સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. પણ દેવદાસથી તેમણે ઇતિહાસ રચી દીધો હતો. આ સમયે અમે આપને આ ફિલ્મનાં લીડ એક્ટ્રેસીસ ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતે પહેરેલાં તે લહેંઘા વિશે વાત કરીશું જે પહેરવાં દેશની કરોડો મહિલાઓની ઇચ્છા છે. દેવદાસમાં ઐશ્વર્યા રાયે એવી ઘણી સાડીઓ પહેરી, જેને જોઇ લોકોની આંખો ખુલીને ખુલી રહી ગઇ હતી. દેવદાસની પારો એટલે કે ઐશ્વર્યાનાં લૂકને ખાસ બનાવવા સંજય લીલા ભણસાલીએ ખાસી મહેનત કરી છે. ડિઝાઇનર નીતા લુલ્લાની સાથે મળી તેમણે કોલકાત્તાનાં આંટા માર્યા હતાં. અને તેણે ૧૦૦-૨૦૦ નહીં પણ ૬૦૦ સાડીઓ ખરીદી હતી. આ સાડીઓને મિક્સ એન્ડ મેચ કરી ઐશ્વર્યાનો લૂક તૈયાર કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં માધુરી દીક્ષિતે પહેર્યો લહેંગાની ચર્ચા ઓછી નથી. અબુ જાની- સંદીપ ખોસલાનાં ડિઝાઇન કરેલાં માધુરી દીક્ષિતે એક એક લહેંગાની કિંમત ૧૫ લાખથી ઉપરથી હતી. ’કાહે છેડ-છેડ મોહે’ દરમિયાન ૩૦ કિલોથી વધુ વજન હતાં. જે બાદમાં એક ૧૬ કિલો વજનનો લહેંગો રિપ્લેસ કરવામાં આવ્યો હતો. તેને કમ્લીટ કરવામાં કારીગરોને મહિનાઓનો સમય લાગ્યો હતો. તે સમયે, એક ફિલ્મનાં સેટ પર સામાન્ય રીતે બે કે ત્રણ જનરેટર હોતા હતાં. પણ સંજય લીલા ભણસાલીની દેવદાસનાં સેટ પર રિકોર્ડ ૪૨ જનરેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો લાઇટમેન પણ ૭૦૦થી વધુ હાં. ફિલ્મમાં તેનાં ભવ્ય દ્રશ્ય જોવા મળશે. જે સમયે દેવદાસ રિલીઝ થઇ તે સમયેની સૌથી મોંઘી ફિલ્મ હતી. ફિલ્મ પાછળ ૫૦ કરોડથી વધુનો ખર્ચો થયો હતો. જે સાંભળ્યા બાદ સૌ કોઇનું મો ખુલ્લુ રહી ગયું હતું. ફિલ્મનાં નિર્માતા ભારત શાહને ૨૦૦૧માં એક તપાસ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં એક અંડરવર્લ્‌ડને ફંડિંગ હોવાનું સામે આવ્યું.

Previous articleરોહિત રોયે પોતાની બોડીથી લોકોને ચકિત કરી નાખ્યા
Next articleએક હોસ્પિટલમાં હોવા છતાં શાહ દિલીપ કુમારને ન મળ્યા