ટીમ ઇન્ડિયા ૬ ખેલાડીઓ શ્રીલંકા વિરુદ્ધ ટૂર્નામેન્ટમાં કરશે ડેબ્યૂ, ફોટોશૂટમાં જોવા મળી ઝલક

164

(જી.એન.એસ)કોલંબો,તા.૧૩
ભારતની મુખ્ય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. જેના લીધે શ્રીલંકા સામે રમાઇ રહેલી શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ શિખર ધવન કરી રહ્યા છે. આ બીજી ટીમના વાઇસ કેપ્ટન ભુવનેશ્વર કુમાર છે. ભારતે શ્રીલંકા વિરુદ્ધ ત્રણ વનડે ઇન્ટરનેશનલ મેચ અને ત્રણ ટી-૨૦ મેચો રમવાની છે. આ ટૂર્નામેન્ટ ૧૮થી ૨૯ જુલાઇ સુધી રમાશે.ઇન્ડિયાની બીજી ક્રિકેટ ટીમની ખાસ વાત એ છે કે એના કોચ રાહુલ દ્રવિડ છે અને તેમના નેતૃત્વમાં ટીમને નવા છ ખેલાડી મળી રહ્યા છે. આ ખેલાડીઓએ અત્યાર સુધી એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. જેઓને શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઇન્ડિયામાં મોકાનું સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડીઓમાં દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, નિતિશ રાણા, કૃષ્ણપ્પા ગૌતમ, ચેતન સકારિયા અને વરુણ ચક્રવર્તી સામેલ છે. આ છ ખેલાડીઓએ સિરીઝ શરુ થાય એ પહેલા ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે.યુવાન ખેલાડીઓથી સજ્જ આ ટીમના અનેક ખેલાડીઓ પર બોર્ડ લાંબા સમયથી નજર રાખી રહ્યું હતું. ૈંઁન્ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત પ્રભાવશાળી પ્રદર્શન કરી રહેલા આ ખેલાડીઓ જો આ સિરીઝમાં ચાલી જાય તો પોતાને આગામી વર્લ્ડ કપ માટે દાવેદાર સાબિત કરી શકશે. આ ટીમના કેપ્ટન શિખર ધવન પર પણ લટકતી તલવાર છે. ટીમમાં શિખર સિવાય અન્ય ત્રણ ઓપનર્સ સામેલ કરાયા છે.હાલમાં ભારત બનામ શ્રીલંકા સિરીઝની મેચોના ટાઇમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વનડે સિરીઝની મેચો પહેલા બપોરે ૨.૩૦ વાગે શરુ થવાની હતી, પરંતુ સમય બદલીને ૩ વાગ્યાનો કરવામાં આવ્યો છે. આવો ફેરફાર ટી-૨૦ મેચોના સમયમાં પણ કરાયો છે. આ સિરીઝની ટી-૨૦ મેચો સાંજે સાત વાગ્યાને બદલે હવે ૮ વાગ્યે શરુ કરાશે. આ બધી મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સોની નેટવર્ક પર પાંચ અલગ-અલગ ભાષાઓમાં કરવામાં આવશે.
શ્રીલંકા વિરુદ્ધ સિરીઝમાં ટીમ ઇન્ડિયામાં શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યજુવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઇસ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સેની અને ચેતન સકારિયાનો સમાવેશકૃ કરાયો છે.

Previous articleફિલ્મ ’મિમી’નું ટ્રેલર રીલિઝઃ કૃતિ સેનન સેરોગેટ માતા રોલમાં જોવા મળશે
Next articleઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં અશ્વિનની બોલિંગ નિરાશાજનક, ફક્ત ૧ વિકેટ ઝડપી