ફિલ્મ ’મિમી’નું ટ્રેલર રીલિઝઃ કૃતિ સેનન સેરોગેટ માતા રોલમાં જોવા મળશે

176

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૩
નિર્દેશક લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ ’મિમી’નું ટ્રેલર રીલિઝ થય ગયું છે. ફિલ્મમાં કૃતિ સેનનના પ્રેગ્નેન્ટ લુકને લઇને પહેલાં જ દર્શકોમાં ઉત્સુકતા હતી, હવે ટ્રેલરને જોઇને દર્શકોનું એક્સાઇટમેન્ટ લેવલ વધી ગયું છે. રસપ્રદ વાત એ છે કે, પિતા-પુત્રીનો રોલ ભજવી ચૂકેલા કૃતિ સેનન અને પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં પતિ-પત્નીનું નાટક કરતાં નજરે પડશે.ટ્રેલરમાં કૃતિ સેનનની ઇમોશનલ કહાની જોવા મળી, જ્યારે પંકજ ત્રિપાઠીના કોમેડીના જબરદસ્ત પંચ જોવા મળી રહ્યાં છે. ફિલ્મની કહાણી સેરોગેસી પર આધારિત છે. ટ્રેલર અનુસાર, મિમી એટલે કે કૃતિ સેરોગેસીથી માતા બને છે. જે બાદ કપલ પોતાનું બાળક લેવા માટે ઇનકાર કરે છે. પરિણામે પંકજ કે જેણે મિમીને આ કામ માટે મનાવી, તે મિમીની લાજ માટે પોતાને બાળકનો પિતા બતાવે છે.
મિમીનું ટ્રેલર તેની શાનદાર કહાણી તરફ સંકેત આપે છે. હવે જોવાનું રહેશે કે ફિલ્મ દર્શકોની આશા પર ખરી ઉતરશે કે કેમ. ફિલ્મના નિર્દેશક લક્ષ્મણ ઉતેકરે આ પહેલાં હિટ મૂવી લુકા છુપી બનાવી હતી.