રોડીઝ ફેમ રણવિજય સિંહ બીજી વાર પિતા બન્યો, પત્નીએ દીકરાને જન્મ આપ્યો

545

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૩
એક્ટર અને રોડીઝ ફેમ રણવિજય સિંહની પત્ની પ્રિયંકા સિંહે દીકરાને જન્મ આપ્યો છે. રણવિજયે સોમવારે મોડી રાત્રે પોતાના બીજા બાળકના જન્મની ખુશખબરી ફેન્સ સાથે શેર કરી છે. રણવિજયે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં બાળકના નાના જૂતા દેખાઈ રહ્યા છે. અને સાથે એક નાનકડી ટી-શર્ટ પણ મુકવામાં આવી છે.
રણવીજયે ક્યુટ નાના સ્નીકર્સ અને એક નાનકડી રેડ સ્પોટ્‌ર્સ જર્સી શેર કરી છે. તેણે સાથે લખ્યું છે કે, સત્તનામ વાહે ગુરુ. પોસ્ટ પર તેના ફેન્સ અને ટીવી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. યુવિકા ચૌધરીએ પણ હાર્ટ ઈમોજી મુકીને ખુશી વ્યક્ત કરી છે. રણવિજયની રોડીઝ ટીમના સભ્ય નિખિલ ચિનપાએ પણ કમેન્ટમાં લખ્યું છે કે, કાયનાતના નાના ભાઈ અને તમારા પરિવારના નવા સભ્યને ખુબ પ્રેમ.નેહા ધૂપિયાએ લખ્યું છે કે, રણ, પ્રી અને કાઈને શુભકામનાઓ. અહીં પ્રિ એટલે કે તેની પત્ની પ્રિયંકા અને કાઈ એટલે કે કાઈનાતની વાત કરવામાં આવી છે. ગૌહર ખાન, પ્રિન્સ નરુલા, દિવ્યા અગ્રવાલ, વરુણ સૂદ અને દિશાંક અરોરાએ પણ રણવિજય અને પ્રિયંકાને શુભકામનાઓ પાઠવી છે.રણવિજયે માર્ચ મહિનામાં ફેન્સ સાથે આ ગુડ ન્યુઝ શેર કરીને કહ્યું હતું, તે બીજી વાર પિતા બનવાનો છે. તેની વાઈફ પ્રિયંકા સિંહ ગર્ભવતી છે. ૧૪, જૂન ૨૦૨૧ના રોજ રણવિજયે પત્ની પ્રિયંકા માટે બેબી શાવર પણ પ્લાન કર્યુ હતું. બેબી શાવરની તસવીરો પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે રણવિજય અને પ્રિયંકાના લગ્નને છ વર્ષ થઈ ગયા છે અને તેમની એક દીકરી પણ છે, જેનું નામ કાયનાત છે.