અમિતાભ બચ્ચન ૯૦ કરોડના દેવામાં ડૂબેલા હતા

817

અમિતાભ બચ્ચનની કંપની અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૪
બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચની ઉંમર ૭૮ વર્ષ થઈ ચૂકી છે. આજે પણ બીગ બીના સ્ટારડમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ટક્કર આપી શકતું નથી. ૭૦ અને ૮૦ના દાયકામાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો આપનારા અમિતાભ બચ્ચનની પ્રસિદ્ધી ૯૦ના દાયકામાં આકાશને આંબી રહી હતી. અમિતાભ બચ્ચનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને તેઓને ફિલ્મો પણ નહોતી મળી રહી. પણ અમિતાભ બચ્ચને ખૂબ જ મહેનત કરીને પોતાને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યાં અને એક વાર ફરી એ સાબિત કરી બતાવ્યું કે આખરે તેમને બોલીવૂડના મેગાસ્ટાર શાં માટે કહેવામાં આવે છે. જ્યારે અમિતાભ બચ્ચનની કંપની અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ કંપની ફિલ્મ પ્રોડક્શન, ડિસ્ટ્રીયૂશન અને ઈવેન્ટ મેનજમેન્ટનું કામ કરતી હતી. કંપનીના માથે ભારે દેવુ થઈ ગયું હતું. આ ખરાબ પરિસ્થિતિ વિશે અમિતાભ બચ્ચને વર્ષ ૨૦૧૩માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, તેમના માથે અલગ અલગ લેણદારોનું લગભગ રૂપિયા ૯૦ કરોડનું દેવુ થઈ ગયુ હતું. તેઓએ કહ્યું કે, મેં દૂરદર્શન સહિત તમામ લોકો પાસેથી લીધેલા ઉછીના રૂપિયા પરત કરી દીધા હતા. જ્યારે તેઓ દ્વારા વ્યાજ માંગવામાં આવ્યું તો મેં તેમના માટે જાહેરાત કરી હતી.