છેલ્લા બે વર્ષ દરમ્યાન કામગીરીનાં અહેવાલનું હોમગાર્ડઝ જિલ્લા કમાન્ડન્ટ એસ. પી. સરવૈયાનાં હસ્તે વિમોચન

675

ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા ૮ માર્ચ, ૨૦૧૯નાં રોજ ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે શંભુસિંહ સરવૈયાને નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ થી ભાવનગર જિલ્લા કમાન્ડન્ટ તરીકે શંભુસિંહ સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં હોમગાર્ડઝ માટે અનેકવિધ વેલ્ફેર કાર્યક્રમો, રાજ્ય કક્ષાનાં તાલીમ કેમ્પ, રાજ્ય અને જિલ્લા કક્ષાએ યોજાતી પરેડ, પોલીસ સાથે ખભેથી ખભો મેળવીને કાયદો અને વ્યવસ્થાની ફરજો, કોરોના-૧૯ અંગેની ફરજો, સ્થાનિક સ્વ રાજ્યની ચુંટણી ફરજો, ગાર્ડ ફરજ, આપત્તિ વ્સ્વસ્થાપન, રક્તદાન જેવા સમાજ ઉપયોગી જુદા-જુદા કાર્યક્રમો વગેરેનું સુંદર આયોજન ભાવનગર જિલ્લાનાં વહીવટી તંત્ર સાથે રહીને ટીમવર્ક કરી પૂર્ણ કરવામાં આવે છે. આ અંગે ભાવનગર શહેર અને જિલ્લા હોમગાર્ડઝ દળની કેટલીક મહત્વની કામગીરીનાં વિસ્તૃત અહેવાલ ભાવનગર શહેર યુનિટનાં સીનીયર પ્લાટુન કમાન્ડર શ્રી મોહનીશ જે વસાવડા દ્વારા તૈયાર કરવામાં આવેલ જેમનું આજરોજ ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયાનાં વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટાફ ઓફિસર લાલજી ભાઈ કોરડિયા, નીતિનભાઈ ગોહેલ, બી. એમ. વ્હાણેચા, ભાવનગર શહેરનાં ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડીંગ ડો. હરેશભાઈ રાજ્યગુરુ અને પ્રહલાદસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.