સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતા તપાસણી કેમ્પ યોજાયો

421

જરૂરી દવાઓ અને પ્રોટીન પાવડર આપવામાં આવ્યાં, ખિલખિલાટ વાન- ૧૦૮ યુનિટની પ્રશંસનીય કામગીરી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સણોસરા ખાતે “પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન” અંતર્ગત સગર્ભા માતા માટે તપાસણી કેમ્પ યોજવામાં આવી હતી. આ અભિયાન હેઠળ સણોસરા આસપાસના ૧૪ ગામોની સગર્ભા માતાઓની તપાસણી-સારવાર કરી તેમને જરૂરી સલાહ આપી વધુ સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની સલાહ માટે રીફર કરવામાં આવી હતી. આરોગ્ય કાર્યકરોની ટીમ દ્વારા ૧૪ ગામોમાંથી ૬૭ સગર્ભા બહેનોની તપાસણી કરવામાં આવી હતી. દરેક સગર્ભા બહેનોની તપાસ-સલાહ-સારવાર અને જોખમી સગર્ભા માતાને રીફર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સગર્ભા બહેનોને દવા તેમજ પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં સગર્ભા બહેનો લાવવા-લઇ જવા માટે ખિલખિલાટ કનુભાઈ મોરી તથા લાભુભાઈ આહીરનો સુંદર સહયોગ મળેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રધ્ધાબેન જોષી, પુષ્પાબેન અગ્રાવત, કવિતાબેન પટેલિયા, નેહબેન ડાભી દ્વારા જહેમત ઉઠાવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ, આર.સી.એચ. ડો.પી.વી.રેવર, તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશ વાકાણી, તાલુકા સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, હસુમતીબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડો.આશીયાબેન હુનાણી, સુપરવાઇઝર મિતેશભાઇ ગોસ્વામી, લીલાબેન પરમાર, લેબ ટેક્નીશીયન કલ્પેશભાઈ ડાંગર, ફાર્મા મિતાલીબેન પંડ્યા, આર.બી.એસ.કે. ડો.મહેશભાઈ પંડ્યા તથા આરોગ્ય કાર્યકરોની ટીમ દ્વારા ૧૪ ગામોમાંથી ૬૭ સગર્ભા બહેનોની તપાસણી કરાઈ અને દરેક સગર્ભા બહેનોની તપાસ-સલાહ-સારવાર અને જોખમી સગર્ભા માતાને રીફર કરવાની કામગીરી કરવામાં આવી હતી.