સપ્તાહના સતત આક્રમણ બાદ આજે ઠંડીમાં રાહત

36

ગોહિલવાડ માં લગલગાટ એક સપ્તાહ કરતાં વધુ સમય સુધી તિવ્ર ઠંડી ની લહેર અકબંધ રહ્યાં બાદ આજથી ઠંડી નું મોજું ઓસરતા લોકો ને રાહત થઈ છે અને ગરમ વસ્ત્રોના બખ્તરબંધ કવચથી આંશિક રાહત મળી રહી છે.સેનસેંક્સ ના ઉતાર-ચડાવની જેમ ભાવનગર શહેર-જિલ્લામાં વર્તમાન ડિસેમ્બર માસે શેરબજાર જેવો ઉતાર-ચડાવ નો માહોલ જોવા મળ્યો હતો ડિસેમ્બર માસના ૨૩ દિવસ વિત્યે ઠંડી નું પ્રમાણ ઘટ્યું છે છેલ્લા એક સપ્તાહથી ગોહિલવાડમાં ઠંડી નું તિવ્ર મોજું ફરી વળ્યું હતું સતત એક સપ્તાહ સુધી લોકોની જાહેર દિનચર્યા પ્રભાવિત થઈ હતી ઘર બહાર નિકળતા પૂર્વે શરિરને ગરમવસ્ત્રોમાં રક્ષિત કરી ને જ બહાર નિકળવું અનિવાર્ય બન્યું હતું એ સાથે વહેલી સવારે અને મોડી રાત્રે રસ્તાઓ સુમસામ બનવા સાથે કુદરતની સંચારબંધી હોય એવો માહોલ સર્જાયો હતો ડિસેમ્બર માસમાં બર્ફીલા પવનોએ લોકો ને હાડ ગાળતી ઠંડી નો અહેસાસ કરાવ્યો હતો ત્યારે લોકો પણ વિચાર કરવા મજબૂર બન્યાં હતાં કે જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં ઠંડી ની તિવ્રતા કયાં પહોંચશે એ ઉપરાંત વહેલી સવારે શાળાઓમાં જતાં બાળકો-વાલીઓ આ ઠંડી થી ભારે પ્રભાવિત થયા હતા પરંતુ એક સપ્તાહ ના અવિરત આક્રમણ બાદ આજે ઠંડી એ જાણે “પોરો” ખાધો હોય તેમ જેમ જેમ દિવસ ઉગતો ગયો તેમ તેમ ઠંડી નું પ્રમાણ ઘટતું ગયું અને બપોરે હૂંફાળું વાતાવરણ સર્જાયું હતું ઘર ઓફીસો ફેક્ટરીઓમાં બંધ પંખા શરૂ કરવાની ફરજ પડી હતી ઠંડી ની તિવ્રતા માં ઘટાડો થતાં લોકો એ રાહતનો શ્વાસ લીધો છે એ સાથે રાજ્ય ના હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે આગામી પાંચેક દિવસ સુધી તાપમાન ઉચકાશે ત્યારબાદ ઠંડી નો નવેસરથી રાઉન્ડ શરૂ થશે.