સોનમ કપૂર લંડનથી મુંબઈ પરત ફરી, પિતાને લાંબા સમય બાદ જોતા રડી પડી

213

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૪
સોનમ કપૂર મંગળવાર, ૧૩ જુલાઈના રોજ લંડનથી મુંબઈ પરત ફરી હતી. એક્ટ્રેસના પિતા અનિલ કપૂર દીકરીને લેવા માટે એરપોર્ટ પર આવ્યા હતા. પિતાને લાંબા સમય બાદ જોતા સોનમ કપૂર રડી પડી હતી. સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં સોનમ કપૂર એરપોર્ટ ટર્મિનલ પર ચાલતી જોવા મળે છે. તે પિતા અનિલ કપૂરને જુએ છે. તે પ્રેમથી પિતાને ભેટે છે અને ’હાય ડેડ’ એમ કહે છે. ત્યારબાદ સોનમ કપૂર રડવા લાગે છે. જોકે, તે તરત જ પોતાની જાતને સંભાળી લે છે. સોનમ કપૂર ગયા વર્ષે જુલાઈમાં લંડન ગઈ હતી. સોનમે કોરોનાકાળના શરૂઆતના દિવસો દિલ્હી તથા મુંબઈમાં પસાર કર્યા હતા અને પછી તે લંડન જતી રહી હતી. અહીંયા તે પતિ આનંદ આહુજા સાથે રહી હતી. આ વર્ષની શરૂઆતમાં સોનમે સ્કોટલેન્ડમાં ’બ્લાઇન્ડ’નું શૂટિંગ કર્યું હતું. એપ્રિલ મહિનામાં સોનમ કપૂરે પતિ સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તે ભારત આવવા ઉત્સુક છે. અનિલ કપૂરે કહ્યું, અન્ય પેરેન્ટ્‌સની જેમ તે તથા સુનીતા (અનિલ કપૂરની પત્ની) બાળકો જ્યારે પણ ઘરથી દૂર હોય તો તેમને યાદ કરે છે. તેમને સતત તેમની ચિંતા થતી રહે છે. જોકે, આજના ટેકનોલોજીના સમયમાં તેઓ સંતાનો સાથે જ્યારે ઈચ્છે ત્યારે વાત કરી શકે છે. સોનમ કપૂર છેલ્લે ફિલ્મ ’એકે વસીસ એકે’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં સોનમ કપૂરનો કેમિયો હતો. આ પહેલાં અનિલ કપૂર તથા સોનમે ફિલ્મ ’એક લડકી કો દેખા તો એસા લગા’માં કામ કર્યું હતું. સોનમ કપૂરની ’બ્લાઇન્ડ’ કોરિયન ક્રાઇમ-થ્રિલરની હિંદી રીમેક છે. આ ફિલ્મને શોમ મખીજાએ ડિરેક્ટ કરી છે.

Previous articleએક્ટ્રેસ દિયા મિર્ઝાએ પ્રીમેચ્યોર ડિલિવરીથી દીકરાને જન્મ આપ્યો
Next article‘પવિત્ર રિશ્તા ૨’ને લઈને સુશાંતના ચાહકો નારાજ, શોને બહિષ્કાર કરવાની કરી માંગ