પંજાબમાં કોંગ્રેસનો આંતરિક ડખ્ખો દૂરઃ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવાશે

531

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૫
પંજાબમાં કૉંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલા વિખવાદ પર હરીશ રાવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે પરસ્પર મતભેદ ખત્મ કરવાનો ફોર્મ્યૂલા શોધી કાઢવામાં આવ્યો છે. આમાં કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી બન્યા રહેશે. તો નારાજ ચાલી રહેલા નવજોત સિંહ સિદ્ધુને કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે. આ સાથે સાથે ૨ વર્કિંગ પ્રેસિડન્ટ પણ બનાવવામાં આવશે. આને લઈને સત્તાવાર જાહેરાત જલદી કરવામાં આવશે. અત્યારે સુનીલ જાખડ પંજાબમાં કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે. આ પહેલા એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે કેપ્ટન અને સિદ્ધુની જંગમાં સુનીલ જાખડની ખુરશીની બલી ચડશે. પંજાબ વિધાનસભા ચૂંટણી જોતા આવનારા દિવસોમાં કેપ્ટન અમરિંદર સિંહની કેબિનેટમાં પણ કેટલાક ચહેરાઓની એન્ટ્રી થઈ શકે છે. પાર્ટીમાં ૨ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવવાની પાછળ પણ વોટની રાજનીતિ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ વાતને લઈને પણ મતભેદ હતા કે પંજાબમાં પાર્ટીની કમાન હિંદુ નેતાને સોંપવામાં આવે અથવા પછી શીખ નેતાને. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના પંજાબ યુનિટમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ પર કૉંગ્રેસ હાઈકમાન્ડે બુધવારના મિટિંગ કરી હતી. આમાં સમાધાન નીકાળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પ્રદેશ પ્રભારી હરીશ રાવતે પંજાબ કૉંગ્રેસના મુદ્દા પર ચર્ચા કરી હતી. હરીશ રાવતે આ પહેલા પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને જલદી ખત્મ કરવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આગામી ૪-૫ દિવસમાં પંજાબ કૉંગ્રેસ માટે સારા સમાચાર આવશે. હરીશ રાવતે કહ્યું હતું કે, પંજાબ કૉંગ્રેસમાં દરેક ખુશ નહીં થાય. તાજેતરના નિર્ણયથી આવું જ કંઈક કરવાનો પ્રયત્ન થયો છે.