કરીના કપૂરના મોટા દીકરા તૈમુર સાથે નાના ભાઈ જેહ ની અનસીન તસવીર થઇ વાઇરલ

225

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૫
કરીના કપૂરે ૨૧ ફેબ્રુઆરીના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાએ દીકરાનું નામ જેહ રાખ્યું છે. હાલમાં જ કરીના કપૂરના બંને દીકરાની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. ખરી રીતે કરીનાની બુક ’પ્રેગ્નન્સી બાઇબલ’માં જેહ તથા તૈમુરની તસવીર છે.સો.મીડિયામાં કરીના કપૂરના ફેન પેજ ’ધ રિયલ કરિના કપૂર’માં તૈમુર તથા જેહની તસવીર શૅર કરવામાં આવી છે. એક તસવીરમાં તૈમુર તથા કરીના જોવા મળે છે તો બીજી તસવીરમાં જેહ તથા કરીના છે. ત્રીજી તસવીરમાં કરીના કપૂરની બુકમાંથી લેવાયેલું એક વાક્ય છે, જેમાં કરીનાએ કહ્યું છે, ’મારા જીવનના સૌથી હેન્ડસમ માણસો, મારી તાકાત તથા મારી દુનિયા- સૈફુ, તૈમુર તથા જેહ.’આ પહેલાં કરીનાનું સેકન્ડ પ્રેગ્નન્સી વખતનું ફોટોશૂટ વાઇરલ થયું હતું. ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાએ સો.મીડિયામાં કરીનાની બે તસવીરો શૅર કરી હતી. આ બંને તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે. તસવીરમાં કરીનાએ સ્પોટ્‌ર્સ બ્રા, વ્હાઇટ શર્ટ તથા લાઇટ શેડનું ટ્રાઉઝર પહેર્યું છે. કરીનાએ બેબી બમ્પ બતાવ્યો છે. રોહન શ્રેષ્ઠાએ ફોટોશૂટની તસવીર શૅર કરીને કહ્યું હતું, ’બીજા બાળકની ડિલિવરીના એક અઠવાડિયા પહેલા. મને બેબોનું પોટ્રેટ (બીજીવાર) શૂટ કરવાની તક મળી. પહેલી વાર ૨૦૧૭માં ગરમીમાં શૂટ કર્યું હતું.’ ૨૦૧૬માં કરીનાએ ૨૦ ડિસેમ્બરના રોજ તૈમુરને જન્મ આપ્યો હતો. ૨૦૨૧માં ૨૧ ફેબ્રુઆરીના રોજ કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો.
તાજેતરમાં જ કરીનાના પિતા રણધીર કપૂરે કહ્યું હતું કે કરીના-સૈફે બીજા દીકરાનું નામ જેહ પાડ્યું છે. જેહ લેટિન વર્ડ છે. એનો અર્થ બ્લુ ક્રેસ્ટેડ બર્ડ (એક જાતનું પક્ષી) એવો થાય છે. નીલા રંગનું શરીર અને માથે કલગી હોય છે. પારસી ભાષામાં આ શબ્દનો અર્થ ટુ કમ, ટુ બ્રિંગ થાય છે.