શાદાબે ડાઈવ મારીને શાનદાર કેચ પક્ડયો, સરફરાઝે તેના પર ખીજાયો

728

(જી.એન.એસ)બર્મિંગહામ,તા.૧૬
ઈંગ્લેન્ડની મ્ ટીમ વિરૂદ્ધ પાકિસ્તાન ૩-૦થી શરમજનક રીતે હાર્યું છે. છેલ્લી વનડેમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદ અને શાદાબ ખાન વચ્ચે કેચને લઈને બોલાચાલી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ મેચમાં સરફરાઝને તક મળી ન હતી અને તે સબ્સ્ટિટ્યૂટ કીપર તરીકે ફીલ્ડીંગ કરવા આવ્યો હતો. પરંતુ તેની ખોટા કોલને કારણે એક આસાન કેચ છૂટવાનો હતો, પરંતુ પોઈન્ટમાં ઊભેલા શાદાબે ડાઈવ મારીને કેચ પકડી લીધો. જે બાદ તેની પ્રશંસા કરવાને બદલે સરફરાઝે તેના પર જોરદાર ખીજાયો હતો. મેચમાં પાકિસ્તાને ૩૩૧ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેના જવબામાં ઈંગ્લેન્ડની ટીમે ૪૪મી ઓવર સુધીમાં ૬ વિકેટ ગુમાવીને ૩૦૩ રન બનાવી લીધા હતા. ૪૫મી ઓવરમાં હરીસ રઉફ બોલિંગ કરવા આવ્યો. તેના પહેલાં જ બોલે લુઇસ ગ્રેગરીએ જોરદાર શોટ ફટકારવા જતા ઊંચો શોટ રમી બેઠો. વિકેટકીપર સરફરાઝ એ પોઈન્ટ પર ઊભેલા શાદાબ બંને કેચ પકડવા માટે દોડ્યા હતા. આ દરમિયાન શાદા સતત સરફરાઝ પર નજર લગાવીને ઊભો હતો અને કોલની વેટ કરી રહ્યો હતો. પરંતુ સરફરાઝની નજર તેના પર ન પડી અને ન તો તેને શાદાબને કોઈ કોલ આપ્યો. આગળ વધતા વધતા સરફરાઝે જ્યારે સામેથી શાદાબને આવતો જોયો તો તે રોકાય ગયો. અંતે શાદાબે જેમ તેમ કરીને ડાઈવ મારીને કેચ પકડ્યો. આ પ્રકારના કેચ મોટા ભાગે વિકેટકીપર જ પકડતા હોય છે. પરંતુ સરફરાઝની ભૂલ ટીમને ભારે પડી હોત. જે બાદ શાદાબે તેનો વિરોધ કર્યો, તો સરફરાઝે તેના પર જ ગુસ્સે થઈ બુમો પાડવા લાગ્યો અને તેને ખીજાવવા લાગ્યો, પરંતુ શાદાબે કંઈ જ ન કહ્યું અને ટીમની સાથે વિકેટ સેલિબ્રેટ કરવા લાગ્યો. જો કે આ વિકેટથી પાકિસાતનની ટીમને કોઈ જ ફરક ન પડ્યો અને ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ૩ વિકેટથી હરાવી. જેમ્સ વિંસે ૧૦૨ રનની જોરદાર ઈનિંગ રમી હતી.