આઈપીએલ ફેઝ-૨ પહેલા ધોની સ્લિમ એન્ડ ફિટ લુકમાં જોવા મળ્યો

291

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૭
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ ફેઝ-૨ પહેલા નવા લુકમાં જોવા મળ્યા છે. તાજેતરમાં ધોનીએ પોતાનો ૪૦મો બર્થડે સેલિબ્રેટ કર્યા પછી ઇન્ડિયન મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના રાહુલ વૈદ્યના મેરેજ ફંક્શનમાં સામેલ થયો હતો. તે સમયે મુંબઈ આવેલા કેપ્ટન કૂલની કેટલીક તસવીરો અત્યારે સો.મીડિયામાં વાઇરલ થઈ રહી છે. જેમાં ૪૦ વર્ષનો ધોની પણ સૌથી ફિટ જોવા મળ્યો હતો. વાઇરલ તસવીરોમાં ધોનીએ બ્લેક કલરનું ટી-શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેર્યું છે. ૪૦ વર્ષના કેપ્ટન કૂલે અત્યારે પણ યુવાનોને શરમાવે તેવી ફિટનેસ જાળવી રાખી છે. ધોનીને સ્કિન ટાઇટ, હાફ સ્લિવ ટી-શર્ટમાં જોઇને તેના ફેન્સ પણ ઘણા ખુશ થઈ ગયા હતા. છેલ્લા કેટલાક સપ્તાહ પહેલા સુરેશ રૈનાએ પણ ધોની અંગે કહ્યું હતું કે હું ધોનીને આટલી જલદી ૈંઁન્માંથી રિટાયર્ડ થવા દઇશ નહીં. ધોનીભાઈ જો નિવૃત્ત થવાની જાહેરાત કરશે તો પણ હું તેમને મનાવી લઇશ અને ટીમમાં રમવા માટે ટકોર પણ કરીશ. ધોનીની વાઇરલ તસવીરોમાં ફિટનેસને જોતા લાગે છે કે કેપ્ટન કૂલે પણ મન બનાવી લીધું છે કે તેઓ આઈપીએલની કારકિર્દીમાં હજુ લાંબી ઈનિંગ રમશે. કેપ્ટનકૂલને આપણે છેલ્લા ૧થી ૨ દશકાઓથી જાણીએ છે. તે સામાન્યરીતે ક્લિન શેવ અથવા લાઇટ બિઅર્ડમાં જોવા મળે છે. પરંતુ અત્યારે ધોની મૂછોમાં જોવા મળ્યો છે. ફેન્સે ધોનીના નવા લુકને આવકાર્યો છે, તેમને કેપ્ટનકૂલનો નવો અંદાજ પસંદ આવી રહ્યો છે. ધોની પહેલેથી જ પોતાની ધુનમાં રહે છે, એ ક્યારેય પણ સો.મીડિયામાં શૉ ઓફ કે ફેક પબ્લિસિટી સ્ટન્ટ પણ કરતો નથી. તેમ છતાં ધોનીના ફેન્સ વિવિધ ’ફેન અકાઉન્ટ’ બનાવીને તેની દિનચર્યાને શેર કરતા હોય છે. તાજેતરમાં જ ધોનીના એક ફેન અકાઉન્ટે ફોટો શેર કર્યો હતો, જેમાં ધોની પોતાના મિત્રો સાથે જમી રહ્યો હતો. ધોનીની સાથે તેનો મિત્ર સિમંત લોહાણી અને બીજો એક શખસ પણ જોવા મળ્યો હતો. આ ફોટો વાઇરલ થવાનું મુખ્ય કારણ તેના બેકગ્રાઉન્ડમાં જોવા મળેલી વિન્ટેજ રોલ્સ રૉયસ કાર હતી. લોકોએ ધોનીની વિન્ટેજ કારના પણ વખાણ કર્યા હતા.

Previous articleઅમિત મારો પ્રેમ છે અને પ્રેમ મારી કિસ્મત : રેખા
Next articleસિહોરની ‘સર્વોત્તમ ડેરી’ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણનો કાર્યક્રમ યોજાયો