પાક પૂર્વ ક્રિકેટરના પુત્ર આઝમ ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું, યુઝર્સે મજાક ઉડાવી

351

(જી.એન.એસ)ઇસ્લામાબાદ,તા.૧૭
પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર મોઇન ખાનના પુત્ર આઝમ ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. તેણે ઇંગ્લેન્ડ સામેની ૩ મેચની ટી૨૦ સિરીઝની પહેલી મેચમાં ૫* રન બનાવ્યા છે. આ મેચમાં આઝમ ખાન તેના વજનને લઇને ચર્ચામાં રહ્યો હતો. સોશિયલ યુઝર્સે વિવિધ પોસ્ટ શેર કરીને આઝમની મજાક ઉડાવી હતી. આઝમ ખાન પહેલેથી જ પોતાની આક્રમક બેટિંગને કારણે ચર્ચામાં હતો. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મેચ વિનિંગ સ્કોર્સ પણ કર્યા છે. આઝમ ખાન પોતાની ફિટનેસને કારણે નેશનલ ટીમમાં સ્થાન મેળવી શકતો નહોતો. આઝમે ૧૨ મહિનામાં ૩૦ કિલો વજન ઘટાડ્યું છે. આઝમનું વજન પહેલાં ૧૪૦ કિલો હતું, પછી તેણે મહામહેનતે ૧ વર્ષમાં વજન ઘટાડ્યું. ૨૨ વર્ષીય આઝમ ખાન નેશનલ ટીમ તરફથી રમનારો ૫મો પાકિસ્તાની ખેલાડી છે, જેના પિતા ક્રિકેટર રહી ચૂક્યા છે. આની પહેલાં મોહમ્મદ-મુદ્‌સ્સર નઝર, હનીફ મોહમ્મદ-શોએબ મોહમ્મદ, માઝિદ ખાન-બાજિદ ખાન, અબ્દુલ કાદિર- ઉસ્માન કાદિર પાકિસ્તાની ટીમ દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂક્યા છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન વચ્ચે પહેલી વિકેટ માટે ૧૫૦ રનની આક્રમક પાર્ટનરશિપ થઈ હતી, જેની સહાયતાથી પાકિસ્તાની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૨૩૨ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે પહેલી ૭ ઓવરમાં જ ૪ મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ લિવિંગસ્ટને ૪૩ બોલમાં ૧૦૩ રન બનાવીને મેચ જીવંત રાખી હતી. લિવિંગસ્ટને પોતાની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર પણ આ મેચમાં બનાવ્યો હતો. તેમ છતાં ઇંગ્લેન્ડની ટીમ ૨૦૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ૩૧ રનથી હારી ગઈ હતી.

Previous articleઇન્ડીયાએ ડરહમમાં પ્રેકટીશ સેશન શરૂ કરી, બીસીસીઈએ તસ્વીરો શેર કરી
Next articleભારતીય ક્રિકેટર શિવમ દુબેએ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે કર્યા લગ્ન