ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે કર્યા લગ્ન

636

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૭
ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ પોતાની ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે મુંબઈમાં લગ્ન કરી લીધા છે. તેણે આ વિશેની જાણકારી પોતાના સો.મીડિયા અકાઉન્ટ દ્વારા આપી છે. એ પછી લોકોએ તેને શુભકામનાઓ આપી હતી. આ લગ્ન હિન્દુ-મુસ્લિમ રીત-રિવાજો મુજબ કરવામાં આવ્યા છે. શિવમ દુબે ટીમ ઇન્ડિયા તરફથી એક વન-ડે અને ૧૩ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે.
શિવમ દુબેએ પોતાના ટિ્‌વટર પર પોતાના લગ્નના ફોટોઝ શેર કર્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું, ’ અમે પ્રેમથી પ્રેમ કર્યો, જે મહોબ્બતથી વધારે હતો અને હવે અમારી હંમેશાંની જિંદગીની શરૂઆત થાય છે, જસ્ટ મેરિડ ૧૬-૦૭-૨૦૨૧’ આ લગ્ન હિન્દુ-મુસ્લિમ રીત-રિવાજો મુજબ કરવામાં આવ્યા છે. એકબીજાને રિંગ પહેરાયા પછી શિવમ દુબે અને પત્ની અંજુમ ખાન દુવા માગતા ફોટોમાં નજરે આવી રહ્યો છે. શિવમ દુબેની દુવા માગવાવાળી તસવીરો સો.મીડિયામાં ભારે વાઇરલ થઇ છે. કેટલાક લોકોને આ તસવીરો નથી ગમી. લોકોને એ વાતનો પણ ગુસ્સો છે કે અંજુમ ખાને માગમાં સિંદૂર કેમ નથી લગાવ્યું. એક ફેને તો આ કપલને નુસરત જહાં અને નિખિલ જૈન સાથે સરખાવી દીધું, જેઓ હાલમાં જ જુદાં થયાં છે. મુંબઈ તરફથી રણજી ટ્રોફી રમતા શિવમ દુબે આઈપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ આરસીબી તરફથી પણ રમેલો છે અને હવે ૨૦૨૧માં તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. હવે તે યુએઆઈમાં રમાનારી આઈપીએલના બીજા ભાગમાં જોવા મળશે.