ખાનગી શાળાના સંચાલકોએ શાળાઓ શરૂ કરવા DEOને આવેદનપત્ર આપ્યું

163

કોરોના મહામારીની સ્થિતી થોડી હળવી બનતા સરકાર દ્વારા ધાર્મિક સ્થળો, સ્વિમીંગ પૂલ, ટ્રાવેલ્સની બસો, સિનેમાઓ તેમજ તમામ વાણિજ્ય વ્યવસાયોને કોવિડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજુરી આપી છે. તે મુજબ ખાનગી શાળાઓ ખોલવા માટે આજે તા. ૧૯ને સોમવારે ભાવનગર શહેરની ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકોએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી શાળાઓ શરૂ કરવા દેવા-મંજુરી આપવા માંગ કરી હતી. હવે ધો.૯થી ૧૨ની શાળાઓને ફરીથી શરૂ કરવી જોઇએ કારણ કે કોરોનાની લહેર શાંત પડી ગઇ છે. ટ્યુશન ક્લાસીસની તુલનામાં શાળાઓ કોવિડની ગાઇડલાઇનનું વધુ સારી રીતે પાલન કરી શકે છે. સ્વનિર્ભર શાળા મહામંડળના મનહરભાઇ રાઠોડે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિનો વિચાર કરીને સત્વરે શાળાઓ શરૂ કરવા સંચાલકોએ અનુરોધ કર્યો છે. આ અંગે આજે સ્વનિર્ભર શાળાઓ શરૂ કરવા શહેરની ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકોએ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી શાળાઓ શરૂ કરવા દેવા મંજુરી આપવા માંગ કરી હતી, જો આ પ્રશ્નનો તાકીદે ઉકેલ નહીં આવે તો આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.