બુધેલ નજીકના લાખણકા ડેમમાં અકસ્માતે ડુબી જતા બે યુવાનોના મોત

383

ફાયરબ્રિગેડના જવાનો તથા તરવૈયાઓએ કલાકો બાદ લાશ બહાર કાઢી
ભાવનગર જિલ્લાના બુધેલ ગામ નજીક આવેલા લાખણકા ગામનાં ડેમમાં પાણી ભરવા જતાં પગ લપસતા એક યુવાન ડૂબતા બીજો યુવાન બચાવવા પડેલા આ બંને યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ભાવનગર થી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયેલ હતભાગી ઓની સઘન શોધખોળ હાથ ધરી હતી એ દરમ્યાન ફાયરબ્રિગેડના જવાનો તરવૈયાઓએ કલાકો સુધી ઊંડા પાણી માં ડૂબકીઓ લગાવ્યા બાદ પ્રથમ કેવલ ત્યારબાદ હાર્દિક ની લાશ શોધી કાઢી હતી અને લાશ બહાર કાઢી પોલીસને સોંપી હતી. સમગ્ર દુઃખદ ઘટના અંગે ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ ૫૦ વારીયા વિસ્તારમાં રહેતો અને પાનવાડી સ્થિત પીડલ્યુડી કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો કેવલ કેતનભાઈ સોલંકીઉ.વ.૨૦ તથા કાળિયાબીડ વિસ્તારમાં બુકસ્ટોલ ધરાવતો હાર્દિક સુરેશભાઈસોલંકી ઉ.વ.૨૭ સહિત સાત મિત્રો બપોરના સુમારે બુધેલ ના લાખણકા ડેમ પર ફરવા ગયાં હતાં એ દરમ્યાન એક મિત્ર ને વોમિટ(ઉલ્ટી) થતાં કેવલ મિત્ર માટે ડેમના કાંઠે પાણી ભરવા જતાં કેવલનો પગ લપસતા કેવલ પાણી માં ડૂબવા લાગતાં હાર્દિક નામનો યુવાન તેને બચાવવા પાણીમાં કૂદી પડ્યો હતો પરંતુ અન્ય મિત્રો કંઈ સમજે-વિચારે એ પૂર્વે બંને યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં સાથી મિત્રોએ કેવલ તથા હાર્દિકના પરિવારને જાણ કરી હતી અને આ અંગે પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરતાં સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સઘન શોધખોળ હાથ ધરી હતી આ શોધખોળ માં સાંજ ઢળતા અંધારું બાધારૂપ બન્યુ હતું આમ છતાં ફાયરબ્રિગેડના જવાનોએ અદ્યતન સાધનોની મદદ વડે શોધખોળ શરૂ રાખી હતી જેમાં મોડી રાત્રે ઊંડા પાણીમાં ગરક થઇ જનાર કેવલ અને હાર્દિક ની લાશ ક્રમશઃ મળી આવી હતી ઘટનાને પગલે બંને હતભાગી યુવાનો ના પરિજનોમા તથા મિત્રો માં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છેકે તાજેતરમાં મોટા ખોખરા ગામની સીમમાં આવેલ અંધારી તળાવમાં શહેરનો એક સિંધી યુવાન ડુબી ગયો હતો અને બીજા દિવસે કમનસીબ યુવાનની લાશ મળી હતી.