ભાવનગરના પૂર્વ મેયર અને પૂર્વ ભાજપ શહેર પ્રમુખ સનતભાઇ મોદીની રૂબરૂ મુલાકાત કરી ખબર-અંતર પૂછતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

277

ભાવનગરના પૂર્વ મેયર અને બે ટર્મ ભાજપ શહેર પ્રમુખ રહેલા શ્રી સનતભાઇ મોદીની આજે ભાવનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે તેમના રૂપાણી સર્કલ પાસે આવેલાં તેમના નિવાસસ્થાને જઇ રૂબરૂ મુલાકાત કરીને ખબર અંતર પૂછી ઝડપથી સાજા થઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને સારવાર માટે જરૂરી તમામ મદદની ખાતરી આપીને શ્રી સનતભાઇ જલદી સાજા થઈ જાય તેવો દિલાસો આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે, પૂર્વ મેયર સનતભાઇ મોદી હાલમાં કેન્સરની બિમારીથી પીડાઇ રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોએ તેમના ઘરે જઈને રૂબરૂ મળી ખબર અંતર પૂછ્યાં હતા.