અનફીટ શ્રેયસ અય્યર રોયલ લંડન કપમાંથી બહાર

55

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૦
ટીમ ઈન્ડિયાનો મર્યાદીત ઓવરનો ક્રિકેટર શ્રેયસ અય્યર તેના ખભાની ઈજાથી ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ પૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. આ કારણે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરવામાં સમય લાગી શકે છે. ખભાની સર્જરી બાદ તે પૂરી રીતે રીહેબ નથી થઈ શક્યો, તેથી રોયલ લંડન કપમાં તે હિસ્સો નહીં લઈ શકે. ઇંગ્લિશ કાઉન્ટીની ટીમ લંકાશાયરએ તેમના ટિ્‌વટર હેન્ડલ દ્વારા જણાવ્યું, શ્રેયસ અય્યરને રોયલ લંડન કપ ૨૦૨૧ થી બહાર કરી દેવામાં આવ્યો છે. અય્યર ઇંગ્લેન્ડ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. હવે સવાલ એ ઉભો થાય છે કે શું શ્રેયસ અય્યર આઈપીએલ ૨૦૨૧ના બીજા ભાગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી શકશે? અય્યરે અગાઉ આશા વ્યક્ત કરી છે કે યુએઈમાં યોજાનારી ટી૨૦ માટે તે ફિટ થઈ જશે, કદાચ તેથી જ તેણે રોયલ લંડન કપમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું છે જેથી તેને વધુ આરામ મળે. અય્યરે તાજેતરમાં નેટ અભ્યાસ શરૂ કર્યો હતો પરંતુ ૨૨ જુલાઈથી ૧૮ ઓગસ્ટ સુધી ચાલનારી ટુર્નામેન્ટ માટે જરૂરી ફિટનેસ હાંસ કરી શક્યો નથી આ અંગે લંકાશાયર કાઉન્ટી ક્લબે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું, ક્લબ, બીસીસીઆઈ અને ખેલાડીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા બાદ શ્રેયસ અય્યર વાપસી પહેલા ભારતમાં જ રહે તે માટે સહમતિ બની છે.