પરસોતમભાઇની ઉપસ્થિતિમાં કોળીસેનાના હોદ્દેદારોની વરણી

500

ભાવનગર શહેર જિલ્લા કોળી સેનાના નવા હોદ્દેદારોની વરણી કરવાનો કાર્યક્રમ આજે રાજ્યના મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોતમભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં તેમના નિવાસ સ્થાન મિરાકુંજ ખાતે યોજાયો હતો. ભાવનગર શહેર કોળી સેનાના પ્રમુખ તરીકે રાકેશ બારૈયા સહીત જિલ્લા પ્રમુખ અને શહેર જિલ્લાના કારોબારી સભ્યોને પરસોતમભાઇના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આનંદભાઇ ડાભી, દિવ્યેશભાઇ સોલંકી સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleદિવાનપરા રોડ પર આવેલા વાસુદેવ ઔદિચ્ય વેદશાળા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાશે
Next articleભારતમાં ત્રીજી લહેરના ભણકારાઃ ૧૩ રાજ્યોમાં ખતરાની ઘંટડી