ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ થઇ કોરોના સંક્રમિત

234

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૩
ફેમસ ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ હાલમાં આ સમયે હાલમાં કોરોના વાયરસની ચપેટ આવી ગઇ છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ એક્ટ્રેસે આ માહિતી સો.મીડિયા પર આપતાં જણાવ્યું કે, તેને કોઇ જ પ્રકારની મુશ્કેલી નથી જોકે, પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તે ખાસ ધ્યાન રાખી રહી છે. એક્ટ્રેસ પોતાને હાલમાં ક્વૉરન્ટિન કરી લીધા છે. જેનિફર વિંગેટે તેનાં ઇન્સ્ટાગ્રામ પર તેની એક ફની ફોટો શેર કરી તેની બીમારીની જાણકારી આપી છએ. શેર કરવામાં આવેલી તસવીરમાં જેનિફર સંપૂર્ણ કપડાંમાં પેક છે. અને ફની ચહેરો બનાવી રહી છે. એટલું જ નહીં તે પીઠનાં બળે સુતી નજર આવે છે. આ તસવીર શેર કરી જેનિફર લાંબી મોટી પોસ્ટ લખી છે. ’ડાઉન છૂ પણ આઉટ નથી હું…’ આ વાત સાચી છે કે, કોરોનાએ દસ્ત આપી છે અને મને ચપેટમાં લીધી છે. પણ હું એસિમ્પટોમેટિક છુ અને સંપૂર્ણ સ્વસ્થ છું. જે લોકો ચિંતિત છે તેઓ પરેશાન ન થતા. ક્વૉરન્ટીનમાં છુ, રડુ છુ અને ખાવું છું.. અને ફરીથી એક્શનમાં આવવાની રાહ જોઇ રહી છું. આ એક નાનકડો પોઝ છે. પણ વચન આપુ છુ કે, આ બાદ મજબૂતીથીસ્વસ્થ થઇને પરત આવીશ. આપ સૌની શુભકામનાઓ માટે આભાર, પણ કોવિડ મારું કંઇ જ નહીં બગાડી શકે, જલ્દી જ પરત ફરીશ.’