રાજ કુંદ્રા પોતાની સાળી શમિતા શેટ્ટીને લઈ એક ફિલ્મ બનાવવાનો હતો

565

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૩
પોર્નોગ્રાફી કેસમાં ૧૯ જુલાઈના રોજ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની અન્ય આરોપી તથા એક્ટ્રેસ ગેહના વશિષ્ઠે દાવો કર્યો છે કે રાજ કુંદ્રા પોતાની સાળી શમિતા શેટ્ટીને લઈ એક ફિલ્મ બનાવવાનો હતો. રાજ કુંદ્રા આ ફિલ્મને નવી એપ પર રિલીઝ કરવાનું વિચારતો હતો. ગેહના વશિષ્ઠે કહ્યું, તે આ ફિલ્મને ડિરેક્ટ કરવાની હતી. ફેબ્રુઆરીમાં ગેહના વશિષ્ઠની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ગેહનાને અંદાજે પાંચ મહિના બાદ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ગેહનાએ કહ્યું, ’જેલ ગઈ તેના થોડા દિવસ પહેલાં જ હું રાજ કુંદ્રાની ઓફિસ ગઈ હતી. ત્યાં ખબર પડી કે રાજ નવી એપ બોલિફેમ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરતો હતો. આ એપ પર રિયાલિટી શો, ચેટ શો, મ્યુઝિક વીડિયો, કોમેડી શો તથા નોર્મલ ફિલ્મ રિલીઝ કરવાની હતી. આ એપમાં બોલ્ડ ફિલ્મ રિલીઝ કરવાની નહોતી. આ દરમિયાન અમે સ્ક્રિપ્ટ પર ચર્ચા કરી હતી. પછી એક સ્ક્રિપ્ટ માટે શમિતા શેટ્ટીને અને એક સ્ક્રિપ્ટ સઈ તામ્હણકરને તથા એક-બે આર્ટિસ્ટને કાસ્ટ કરવાનું વિચાર્યું હતું. મારી ધરપકડ થઈ તેના ૩-૪ દિવસ પહેલાં આ ફિલ્મના શૂટિંગ અંગે વિચાર્યું હતું. હું આ ફિલ્મ્સને ડિરેક્ટ કરવાની હતી.’ ગેહનાએ કહ્યું, ’હું શમિતા શેટ્ટીને ક્યારેય મળી નથી. મેં ફિલ્મની સ્ક્રિપ્ટ ઉમેશ કામતના માધ્યમથી મોકલાવી દીધી હતી. મારું કામ માત્ર ડિરેક્શનનું હતું. સેટ પર જઈને ફિલ્મ ડિરેક્ટ કરવાની હતી. તે કેટલા પૈસા લે છે અને કઈ શરતો છે એની સાથે મારે કોઈ લેવા-દેવા નહોતી. હું આ બધી વાતોમાં ક્યારેય પડતી નથી. શમિતા શેટ્ટીએ ઉમેશ કામત સાથે વાત કરી હતી અને તે ફિલ્મ માટે તૈયાર થઈ ગઈ હતી.’