ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ડો.આંબેડકર જન્મ જયંતિની ઉજવણી

843
bvn15418-6.jpg

આજે ૧૪મી એપ્રિલ દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિના દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દેશનાં બંધારણને બચાવો દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને જુાદ જુદા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું. જેના ભાગરૂપે આજે બાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે દેશનાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે શહેરનાં કોંગ્રેસ કાર્યાલય ભીડભંજન ચોકથી પદયાત્રા યોજી શહેરનાં જશોનાથ ચોકમાં ડો. આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ડો. આંબેડકરજીનાં આચાર અને વિચારો પર અમલ કરવાના કોલ અપાયા હતા. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિમાં પ્રમુખ રાજેશ જોષી, ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, પૂર્વ પ્રમુખ રમણીકભાઈ પંડ્યા, ઝવેરભાઈ ભાલિયા, પૂર્વ મેયર ગીરધરભાઈ પડાયા, ભાવ.મ્યુનિ. વિપક્ષનાં નેતા જયદિપસિંહ ગોહિલ સહિતનાં કોંગ્રેસનાં નગરસેવકો, પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.