ઘોઘા ગામે થયેલ હત્યાનો આરોપી ઝડપાયો

551

ઘોઘા ગામે સગા કાકાએ ભત્રીજાના ધારીયાના ઘા ઝીકી હત્યા કરી
ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ગઈ કાલે મફતનગર વિસ્તારમાં રહેતા ખ્રિસ્તી યુવાનની મિલ્કત મામલે તેનાં જ સગા કાકાએ ધારીયાના ઘા ઝીકી હત્યા કરી હતી આ બનાવમાં પોલીસે ફરાર થઈ ગયેલ આરોપીની અટકાયત કરી તપાસ નો દૌર આગળ ધપાવ્યો છે. સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે મફતનગર વિસ્તારમાં રહેતો અને પશુ પાલનના વ્યવસાય સાથે સંકળાયેલ માર્શલ દિપક પટેલ- ખ્રિસ્તી ને છેલ્લા ઘણા સમયથી તેના સગા કાકા સુભાષ પટેલ સાથે મિલ્કત મામલે ડખ્ખો ચાલતો હોય દરમ્યાન સુભાષ મૃતકના ઘર પાસેથી પસાર થતા કાકા-ભત્રીજા વચ્ચે ઉગ્ર બોલાચાલી ના અંતે મામલો મારામારી સુધી પહોંચી જતાં ઉશ્કેરાયેલા સુભાષે ભત્રીજા માર્શલ ના માથામાં ધારીયાનો ઘા ઝીકી દેતાં માર્શલ સ્થળપર જ ઢળી પડ્યો હતો. અને કોઈ સારવાર મળે એ પૂર્વે જ તેનું પ્રાણપખેરૂ ઉડી ગયું હતું આ હત્યા કરી આરોપી નાસી છુટ્યો હતો, જે અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હોય જે અન્વયે બનાવના ગણતરીના કલાકોમાં જ આરોપી ની અટકાયત કરી કોવિડ પ્રોટોકોલ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.