ભાવનગરના “રેલ ઉદ્યાન”માં અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી સઘન સફાઈ

409

ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલ, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર સુનીલ આર. બારાપાત્રે, ડિવિઝનના તમામ અધિકારીઓ અને તેમના પરિવારો, સુપરવાઇઝરી ટીમ અને ઉપસ્થિત કર્મચારીઓએ “રેલ ઉદ્યાન” માં “શ્રમદાન” કરીને સંપૂર્ણ સાફ સફાઇ કરી. સ્વચ્છતા પખવાડા અંતર્ગત, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ ને “સ્વચ્છ શૌચાલય” દિવસ તરીકે પણ ઉજવવામાં આવ્યો. ડિવિઝનના તમામ સ્ટેશન/કોચિંગ ડેપો અને ટ્રેનોમાં આવેલા શૌચાલયોની સફાઈ કરવામાં આવી હતી. શૌચાલયમાં પાણી અને લાઇટિંગની ઉપલબ્ધતા તપાસવામાં આવી હતી અને જરૂરિયાત મુજબ નાના રિપેરિંગ કામો પણ કરવામાં આવ્યા હતા. “સ્વચ્છતા પખવાડા” દરમિયાન રેલવે, રેલવે પરિસર, હોસ્પિટલ, ટ્રેન, ટ્રેક વગેરેના ક્ષેત્રોમાં નક્કર સુધારો સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ નો દિવસ “સ્વચ્છ રેલવે કોલોનીઓ, આરોગ્ય એકમો અને હોસ્પિટલો” દિવસ તરીકે મનાવવામાં આવ્યો. આ સ્થળોએ સંપૂર્ણ સાફ સફાઈ કરીને સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. મચ્છરોથી બચવા ફોગિંગ અને એન્ટિ લાર્વા સ્પ્રેનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી મનોજ ગોયલના નિર્દેશો અનુસાર, રેલવેના તમામ કર્મચારીઓ/પરિવારના સભ્યોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને રેલવે કોલોની વિસ્તારમાં સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે વસાહત વિસ્તારમાં અનિચ્છનીય વનસ્પતિ અને કાટમાળ દૂર કરવામાં આવ્યા હતા. કોલોની અને હોસ્પિટલોમાં કર્મચારીઓ અને રેલવે પરિવારના સભ્યોને આરોગ્ય માટે સ્વચ્છતાના ફાયદાઓ વિશે શિક્ષિત કરવા પોસ્ટર અને બેનરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

Previous articleઘોઘા ગામે થયેલ હત્યાનો આરોપી ઝડપાયો
Next articleરખડતાં ઢોરનો પ્રશ્ન તંત્ર માટે પણ માથાના દુઃખાવા સમાન